શાહરૂખ ખાનની ફિલ્મ ક્લાસ ઑફ 83નો ફર્સ્ટ લુક, પોલીસના અવતારમાં બોબી દેઓલ


ફિલ્મમાં બોબી દેઓલ સિવાય શ્રેયા સરન, પ્રિયાંશુ ચેટર્જી, અમૃતા પુરી, પુલકિત સમ્રાટ, અનૂપ સોની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેનું ડાયરેક્શન અતુલ સબરવાલે કર્યુ છે. 

 શાહરૂખ ખાનની ફિલ્મ ક્લાસ ઑફ 83નો ફર્સ્ટ લુક, પોલીસના અવતારમાં બોબી દેઓલ

નવી દિલ્હીઃ શાહરૂખ ખાનના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ ક્લાસ ઓફ 83નો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. લુક પોસ્ટરમાં બોબી દેઓલનો અત્યાર સુધી ન જોયેલો અવતાર જોવા મળી રહ્યો છે. તે આઈપીએસ ઓફિસર બન્યા છે. બોબીનો જબરદસ્ત કોપ લુક જોઈ ફેન્સ ઇન્પ્રેસ્ડ થયા છે.

બોબીની ફિલ્મનું લુક પોસ્ટર રિલીઝ
ફિલ્મનો ફર્સ્ટલુક રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પર શેર કરવામાં આવ્યો છે. ફોટોમાં બોબી દેઓલ એક ઈવેન્ટમાં પોલીસકર્મિઓને સંબોધિત કરી રહ્યા છે. આંખ પર મોટા ચશ્મા, મૂછો અને પોલીસના ડ્રેસમાં બોબી દેઓલનો પોસ્ટરમાં લુખ ખુબ ગંભીર જોવા મળે છે. શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસે આ પોસ્ટર શેર કરતા લખ્યુ- A dean who's a class apart, quite literally! 🔥 આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. પરંતુ હવે રિલીઝ તારીખની જાહેરાત કરવામાં આવી નથી. 

A post shared by Red Chillies Entertainment (@redchilliesent) on

ફિલ્મમાં બોબી દેઓલ સિવાય શ્રેયા સરન, પ્રિયાંશુ ચેટર્જી, અમૃતા પુરી, પુલકિત સમ્રાટ, અનૂપ સોની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેનું ડાયરેક્શન અતુલ સબરવાલે કર્યુ છે. આ ફિલ્મ સૈય્યદ યૂનુસ હુસૈન જૈદીની આ નામ પર લખવામાં આવેલા પુસ્તક પર આધારિત છે. બોબી દેઓલનો આ કોપ લુક સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમના લુકને શાનદાર ગણાવી રહ્યાં છે. 

સુશાંતના આપઘાત મામલે સુબ્રમણ્ય સ્વામીએ પીએમ મોદીને લખ્યો પત્ર, સીબીઆઈ તપાસની કરી માગ

નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ગૂડ ન્યૂઝ આપ્યા છે. પોતાના પ્લેટફોર્મ પર એક, 10 નહીં પરંતુ 17 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તેમાં ફિલ્મ અને વેબસિરીઝ સામેલ છે. આ 17 પ્રોજેક્ટના નામ છે- ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ, રાત અકેલી હે, ડોલી કિટી અને વો ચમકતે સિતારે, તોરબાજ,  AK vs AK, ગિમ્મી વેડ્સ સની, ત્રિભંગા- ટેઢી-મેઢી ક્રેઝી, લૂડો, ક્લાસ ઓફ 83, અ સૂટેબલ બોય, મિસમેચ, સીરિયસ મેન, કાલી ખુહી, બોમ્બે રોઝ, ભાગ બીની ભાગ, બોમ્બે બેગમ્સ, મસાબા મસાબા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news