સાવકી માતા કરીના સાથે સારા અલી ખાને કરી ખુબ મસ્તી, VIDEOES જોઈને ખુશ થશો

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલ જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરમાં ચાલુ છે. પરંતુ હવે આ ફિલ્મમાં પ્રમોશન માટે સારા અલી ખાને જે જગ્યા પસંદ કરી તેની તસવીરો જોઈને બધા ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે સારા અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે સાવકી માતા અને સુપરસ્ટાર કરીના કપૂર ખાનના રેડિયો શોમાં જઈ પહોંચી. ત્યારબાદથી હવે બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 

સાવકી માતા કરીના સાથે સારા અલી ખાને કરી ખુબ મસ્તી, VIDEOES જોઈને ખુશ થશો

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ લવ આજ કલ જલદી રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરમાં ચાલુ છે. પરંતુ હવે આ ફિલ્મમાં પ્રમોશન માટે સારા અલી ખાને જે જગ્યા પસંદ કરી તેની તસવીરો જોઈને બધા ચોંકી ગયા છે. વાત જાણે એમ છે કે સારા અલી ખાન પોતાની ફિલ્મના પ્રમોશન માટે સાવકી માતા અને સુપરસ્ટાર કરીના કપૂર ખાનના રેડિયો શોમાં જઈ પહોંચી. ત્યારબાદથી હવે બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આમ તો અનેકવાર સારા અલી ખાન અને કરીના કપૂર ખાનના સંબંધો અને તેમના બોન્ડિંગને લઈને અનેક વાતો સામે આવેલી છે. પરંતુ આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે સૈફ અલી ખાનની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અને તેની બીજી પત્ની કરીના એક સાથે મીડિયામાં પોઝ જોતા જોવા મળ્યા હોય. આ બંને વચ્ચેના પ્રેમ અને બોન્ડિંગને જોઈને દરેકને આનંદ થાય છે. 

A post shared by yogen shah (@yogenshah_s) on

આમ તો સારા અનેકવાર એ વાત કહી ચૂકી છે કે તે કરીનાને પોતાની આઈડલ માને છે અને તેની મોટી ફેન છે. આ વાત તસવીરોમાં સ્પષ્ટપણે જોવા પણ મળે છે. આ શોના શુટિંગ બાદ સારા અને કરીનાની ખાસ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. 

A post shared by Ishq (@dotheishqbaby) on

સામે આવેલા આ વીડિયોમાં કરીના અને સારા પરસ્પર ભેંટતા પણ જોવા મળી રહ્યાં છે. આ તસવીરો અને વીડિયોઝ પર સોશિયલ મીડિયામાં યૂઝર્સ ખુબ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. વીડિયોમાં સારા અલી ખાન જ્યાં ચેક શર્ટ અને સિમરી શોર્ટ્સમાં ખુબ ખુબસુરત લાગી રહી છે. આ બાજુ કરીના કપૂરે પીંક કલરનો આઉટફીટ પહેરેલો છે. કરીના કપૂર પણ પોતાના લૂકમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news