Box Office : બહાર આવી એવી હકીકત જે જાણીને સલમાન થઈ જશે બળીને ખાક

સલમાન અને રણબીર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે

Box Office : બહાર આવી એવી હકીકત જે જાણીને સલમાન થઈ જશે બળીને ખાક

નવી દિલ્હી : ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ રિલીઝના 6 દિવસમાં જ બોક્સઓફિસ કલેક્શનના મામલે બીજી મોટી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે સલમાન ખાનની 'રેસ 3'ને પછાડીને બીજા નંબર પર કબજો કર્યો છે. 'રેસ 3'એ અત્યાર સુધી 169 કરોડ રૂ.ની કમાણી કરી છે. જોકે, હજી એક નંબર પર 300.26 કરોડની કમાણી સાથે 'પદ્માવત' અણનમ છે. 

— taran adarsh (@taran_adarsh) July 5, 2018

રણબીર કપૂર અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની જોડી પહેલીવાર 'સંજૂ'માં સાથે જોવા મળી છે અને પોતાની પહેલી ફિલ્મમાં તેમણે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ચાર જ દિવસમાં 145 કરોડ રૂ. સુધી પહોંચી ગઈ હતી. કોઈ તહેવાર કે સ્પેશિયલ વિકએન્ડ  ન હોવા છતાં આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. 'સંજૂ'એ માત્ર 3 દિવસમાં 200 કરોડ રૂ.નું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું છે. 

Now, #Sanju is the 2nd highest grossing Hindi movie for 2018, next to #Padmaavat #RanbirKapoor @RajkumarHirani pic.twitter.com/ENXSO3RjLL

— Ramesh Bala (@rameshlaus) July 5, 2018

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ સાથે તેણે સાબિત કરી દીધું છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ ડિરેક્ટર છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર છે અને એમાં સંજય દત્તના જીવનના વળાંક દર્શાવવામાં આવ્યા છે. રણબીર એક જબરદસ્ત એક્ટર છે અને આ વાત 'સંજૂ'એ સાબિત કરી દીધી છે. આ પહેલાં રાજકુમાર હિરાનીની 'પીકે', 'થ્રી ઇડિયટ્સ' અને 'મુ્ન્નાભાઈ એમબીબીએસ' જેવી ફિલ્મો બોક્સઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે પણ કમાણીની યાદીમાં 'સંજૂ' ટોપ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news