Sameera Reddy ના આખા પરિવારને કોરોના, પતિ અને બન્ને બાળકો પણ સંક્રમિત

અભિનેત્રી સમીરા રેડ્ડી  (Sameera Reddy) ના આખા પરિવારને કોરોના થઈ ગયો છે. તેણે ખુદ આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. એક દિવસ પહેલા સમીરા સંક્રમિત થઈ અને હવે પરિવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 
 

Sameera Reddy ના આખા પરિવારને કોરોના, પતિ અને બન્ને બાળકો પણ સંક્રમિત

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી સમીરા રેડ્ડી (Sameera Reddy) એ સોમવારે કહ્યું કે, તેના પતિ અક્ષય વર્દે અને બે બાળકો પણ કોવિડ-19થી સંક્રમિત થયા છે. એક દિવસ પહેલા સમીરા (Sameera Reddy) એ ખુદના કોરોના રિપોર્ટ વિશે જાણકારી આપી હતી. 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
42 વર્ષીય અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરીને જણાવ્યું કે, કઈ રીતે ચાર વ્યક્તિનો પરિવાર વાયરસની ઝપેટમાં આવી ગયો છે. રેડ્ડીએ કહ્યું કે, તેના પાંચ વર્ષના પુત્ર હંસમાં સૌથી પહેલા લક્ષણો જોવા મળ્યા જેમાં તાવ, થાક, શરીરમાં દુખાવો અને પેટ ખરાબ થવુ સામેલ છે. આ ચાર દિવસ સુધી જારી રહ્યું. બાદમાં તે કોરોના પોઝિટિવ આવ્યો. 

બાળક અને પતિને પણ કોરોના
રેડ્ડીએ લખ્યું, મારે સ્વીકાર કરવું પડશે, શરૂઆતમાં થોડો ડર લાગ્યો કારણ કે તમને લાગે છે કે તમે તૈયાર છો, પરંતુ તમે આ સ્થિતિ માટે ક્યારેય તૈયાર હોતા નથી. ત્યારબાદ બે વર્ષની પુત્રી ન્યારામાં પણ કોરોનાના લક્ષણ જોવા મળ્યા, ત્યારબાદ અભિનેત્રી અને તેના પતિમાં લક્ષણો આવ્યા. 

આશિકીના ફેમસ સંગીતકાર Shravan Rathod કોરોના સંક્રમિત, વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડાયા

સાસુનો રિપોર્ટ નેગેટિવ
રેડ્ડીએ લખ્યુ કે, સૌભાગ્યથી મારા સાસુ તેની ઝપેટમાં આવ્યા નથી અને તે અલગ રહેવા લાદ્યા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ છે. બાળકો બાદ હું અને અક્ષય પણ પોઝિટિવ આવ્યા. અમે દવાઓ શરૂ કરી દીધી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news