Salman Khanને શેર કર્યો આ VIDEO અને PHOTO, રોષે ભરાયા Sushantના ફેન્સ

બોલિવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) પાછલા કેટલાક દિવસથી સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જૂથવાદ અને પરિવારવાદને લઇ ચર્ચામાં છે. સતત લોકો સલમાન પર સવાલો ઉઠાવી રહ્યાં છે. પરંતુ સલમાન ખાને કોઈને જવાબ આપ્યો નહીં. ત્યારે હવે રોષે ભરાયેલા સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput)ના ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સલમાન ખાને (Salman Khan) એક વીડિયો અને એક ફોટો શેર કર્યો. હવે સલમાનની સોશિયલ મીડિયા પર ઘણી ટીક્કા થઈ રહી છે.
Salman Khanને શેર કર્યો આ VIDEO અને PHOTO, રોષે ભરાયા Sushantના ફેન્સ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર સલમાન ખાન (Salman Khan) પાછલા કેટલાક દિવસથી સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ જૂથવાદ અને પરિવારવાદને લઇ ચર્ચામાં છે. સતત લોકો સલમાન પર સવાલો ઉઠાવી રહ્યાં છે. પરંતુ સલમાન ખાને કોઈને જવાબ આપ્યો નહીં. ત્યારે હવે રોષે ભરાયેલા સુશાંતસિંહ રાજપૂત (sushant singh rajput)ના ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સલમાન ખાને (Salman Khan) એક વીડિયો અને એક ફોટો શેર કર્યો. હવે સલમાનની સોશિયલ મીડિયા પર ઘણી ટીક્કા થઈ રહી છે.

થોડાવાર પહેલા સલમાન ખાનનો એક વીડિયો શેર થયો જેમાં તે સુષ્મિતા સેનની વેબસીરીઝ આર્યાની પ્રશંસા કરી રહ્યો છે. પરંતુ આ વીડિયોમાં તેની વાત ન સાંભળી લોકોએ તેને સુશાંતને લઇને સવાલ કરવાના શરૂ કર્યા હતા. સાથે જ લોકોએ તેને એવો ટોણો પણ માર્યો હતો કે, તે સુશાંતને લઇને શા માટે મૌન છે.

આ પહેલા સવારે સલમાન ખાને એક વર્કઆઉટની તસવીર પણ શેર કરી હતી. કેપ્શનમાં સલમાને લખ્યું 'બસ અત્યારે વર્કઆઉટ પૂરુ કર્યું છે.' અવારનવાર સલમાન ખાન દ્વારા આ પ્રકારની તસવીરને શેર કર્યા બાદ લોકો તેની પ્રશંસા કરતા હોય છે પરંતુ આજે આ મામલો ઉલ્ટો જોવા મળી રહ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Just finished working out ....

A post shared by Salman Khan (@beingsalmankhan) on

આ પણ વાંચો:- Sushant Singh Rajput ની Dil Bechara પ્રમોશન કરશે આ એક્ટર, નિભાવશે મિત્રતા

એક યૂઝરે લખ્યું, "આ વખતે તમે છટકી શકશો નહીં. ભગવાન તમને જોઈ રહ્યો છે." અન્ય એક યૂઝરે લખ્યું, "... અને મેં હમણાં જ તમને અનફોલો કરવાનું કામ પૂરું કર્યું છે."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news