Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ

લદ્દાખ  (ladakh) માં ચીની ગલવાન (Galwan valley)થી માંડીને પૈંગાગ વિસ્તારમાં પોતાની સૈનિક ગતિવિધિઓને વધારવામાં લાગી છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે.

Exclusive! LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીઓનો જમાવડો, ભારતીય સેના એલર્ટ

નવી દિલ્હી: લદ્દાખ  (ladakh) માં ચીની ગલવાન (Galwan valley)થી માંડીને પૈંગાગ વિસ્તારમાં પોતાની સૈનિક ગતિવિધિઓને વધારવામાં લાગી છે. તો બીજી તરફ ભારતીય સુરક્ષા એજન્સીઓના રિપોર્ટ અનુસાર લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LoC પર મોટી સંખ્યામાં આતંકવાદીનો જમાવડો છે. તમામ આતંકવાદી પાકિસ્તાની સેનાની મદદથી જમ્મૂ કાશ્મીરમાં ઘૂસણખોરીનું મોટી કાવતરું રચી રહ્યા છે.

દેશમાં અલગ-અલગ પ્રકારની  ગુપ્ત એજન્સીઓના રિપોર્ટના આધારે રિપોર્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે કે આતંકવાદી એલઓસીની અડીને આવેલા લોન્ચિંગ પેડ પર જમા છે જેમને ભારતમાં દાખલ કરવા માટે પાકિસ્તાની સેના સતત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. 

ZEE NEWSને મળેલી એક્સક્લૂસિવ જાણકારી અનુસાર પાકિસ્તાની સેનાએ ભારતીય સુરક્ષાબળો પર હુમલા માટે બેટ (બોર્ડર એક્શન ટીમ)ને પણ સક્રિય કરવામાં આવી છે જે કોઇ વિસ્તારમાં સક્રિય છે. એલઓ સીને અડીને આવેલા વિસ્તારોમાં આતંકવાદી ગ્રુપ પાકિસ્તાની સેનાના કેમ્પો પણ જોવા મળ્યા છે. 

સુરક્ષા એજન્સીઓને મળેલી જાણકારી અનુસાર આવો અમે તમને જણાવીએ કે કયા-કયા વિસ્તારોમાં કેટલા આતંકવાદી ગ્રુપ સક્રિય છે જે ઘૂસણખોરી માટે તૈયારીમાં છે. 

1. ગુરેજ સેક્ટર- ગુરેજને અડીને લોચિંગ પેડ પર 25-30 લશ્કર અને જૈશના આતંકવાદીના ગ્રુપ હોવાની જાણકારી મળી છે. 

2. મચ્છલ સેક્ટરમાં અડીને આવેલા લોચિંગ પેડ પર અલ બશર, જૈશ અને લશ્કરના 40થી વધુ આતંકવાદી ગ્રુપ હાજર છે. 
 
3. કેરન સેક્ટરને અડીને લોચિંગ પેડ પર ટેઋરિસ્ટ રિવાઇવલ ફ્રન્ટ ( TRF), લશ્કર અને જૈશના 70થી વધુ આતંકવાદી હાજર છે જે કુપવાડામાં દાખલ થવાનું કાવતરું રચી રહ્યા છે. 

4. તંગધાર સેક્ટરને અડીને આવેલા લોચિંગ પેડ પર 50થી વધુ આતંકવાદી જેમાં અલ બદર અને લશ્કરના આતંવાદીઓના ગ્રુપ હાજર છે. પાકિસ્તાની સેના આ વિસ્તારોમાં બૈટ એક્શનની તૈયારીમાં લાગી છે. 

5. નૌગામ સેક્ટરને અડીને આવેલા લોચિંગ પેડ પર 10ની આસપાસ આતંકવાદીઓના ગ્રુપ જોવા મળ્યા છે. 

6. ઉરીને અડીને આવેલા લોચિંગ પેડ પર 25ની આસપાસ આતંકવાદીઓ જોવા મળ્યા છે જે પાકિસ્તાની સેનાની સાથે ભારતીય સુરક્ષા બળો પર બૈટ પર એક્શનની તૈયારીમાં છે. 

7. પૂંછને અડીને આવેલા લોચિંગ પેડ પર 50થી વધુ આતંકવાદી કશ્કર, હિજબુલ ગ્રુપના હોવાની જાણકારી મળી છે. જે આઇડી દ્વારા સુરક્ષાબળો પર હુમલાનું કાવતરું રચવામાં લાગ્યા છે.  

8. બિમ્ભર ગલીને અડીને આવેલા લોચિંગ પેડ પર 40થી વધુ આતંકવાદી હાજર છે. 

9. કૃષ્ણા ઘાટીને અડીને આવેલા લોચિંગ પેડ પર લશ્કર અને જૈશના 30થી વધુ આતંકવાદી લોચિંગ પેડ પર છે જે બૈટ એક્શનની તૈયારીમાં છે. 

10. નૌશેરા, અખનૂર અને દ્રાસ સેક્ટરને અડીને આવેલા લોચિંગ પેડ પર પણ 30-40 આતંકવાદી ગ્રુપને જોયા છે જે ઘૂસણખોરીની કાવતરું રચી રહ્યા છે.  

સુરક્ષા એજન્સીઓના અનુસાર ચીનને સાથે ભારતના તણાવનો ફાયદો પાકિસ્તાની સેના ઉઠાવવામાં લાગી છે. જોકે ભારતીય સેના ઇચ્છે છે કે લાઇન ઓફ કંટ્રોલ એટલે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) ભારતીય અસેના પૂરી રીતે તૈયાર છે. આતંકવાદી જમ્મૂ કાશ્મીરમાં નવા રૂટ દ્વારા ઘૂસણખોરીનો પ્રયત્ન કરવામાં લાગ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news