સલમાનની મમ્મીએ માંગી એવી રિટર્ન ગિફ્ટ કે સાવ બદલાઈ જશે ભાઈજાનની જિંદગી

હાલમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો

સલમાનની મમ્મીએ માંગી એવી રિટર્ન ગિફ્ટ કે સાવ બદલાઈ જશે ભાઈજાનની જિંદગી

મુંબઈ : હાલમાં બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાને પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો. આ સેલિબ્રેશનમાં બોલિવૂડના ટોચના કલાકારોએ હાજરી આપી હતી. સલમાનના આ જન્મદિવસે માતા સલમા ખાને સુપરસ્ટાર પાસેથી એવી રિટર્ન ગિફ્ટ માગી હતી જે તેનું જીવન બદલી નાખવાની છે.

આઇએએનએસ નામની એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતી વખતે સલમાને માહિતી આપી છે કે તેની માતાએ 53મા જન્મદિવસે રિટર્ન ગિફ્ટ તરીકે તેની સિક્સ પેક બોડી માગી છે જેથી તે વધારે ફિટ લાગે. સલમાને કહ્યું છે કે મારી માતાએ ચાર દિવસ પહેલાં મને કહ્યું કે હવે 4 પેકથી કામ નહીં ચાલે અને તારે વધારે મહેનત કરવી પડશે. સલમાને કહ્યું છે કે હવે હું આવતા વર્ષનો સદુપયોગ મારી માતાની ઇચ્છા પુરી કરીશક અને એ માટે વધારે સંતુલિત જીવન જીવીને 6 પેક બનાવવાનો પ્રયાસ કરીશ.

આવતા વર્ષના પોતાના આયોજન વિશે સલમાને કહ્યું છે કે હું સવારે અને સાંજે બે વાર જિમ જઇશ. દિવસમાં લગભગ 1 કલાક રનિંગ કરીશ અને મારા આહારનું ધ્યાન રાખીશ. સલમાને પોતાની લાંબી કરિયરમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. સલમાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે હાલમાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની 'ભારત'માં વ્યસ્ત છે. આ પછી તે પ્રભુદેવાના ડિરેક્શનમાં બની રહેલી 'દબંગ 3'માં બિઝી થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news