INDvsAUS LIVE: ત્રીજા દિવસે જીતની નજીક પહોંચેલા ભારતનાં બીજા દાવે મજા બગાડી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝનાં ત્રીજી મેચનાં ત્રીજા દિવસનાં બીજા સત્રમાં રવીન્દ્ર જાડેજાએ મિશેલ માર્ચની વિકેટ ઝડપી હતી. જેનાંથી ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ પડી હતી. મિશેલ માર્શ 36 બોલ પર એક ચોકાની મદદથી માત્ર 9 રન બનાવીને સ્લિપ પર ઉપકપ્તાન આંજિક્ય રહાણેને કેચ આપી બેઠા હતા. જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાની પાંચમો ઝટકો આપ્યો હતો. બુમરાહે લંચનાં ચોથી ઓવરમાં જ ટ્રેવિસ હેડની વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાની મેચમાં બેકફુટ પર ધકેલી દીધું હતું. હેડ માત્ર 20 રન જ બનાવી શક્યા. 

INDvsAUS LIVE: ત્રીજા દિવસે જીતની નજીક પહોંચેલા ભારતનાં બીજા દાવે મજા બગાડી

મેલબોર્ન : ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝનાં ત્રીજી ટેસ્ટનાં ત્રીજા દિવસની રમત ખુબ જ રોમાંચક થઇ ગઇ જ્યારે પહેલા બે દિવસમાં માત્ર 7 વિકેટ પડ્યા બાદ ત્રીજા દિવસે 15 વિકેટો પડી ગઇ. પહેલા ભારતીય ટીમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને 151માં સેમટી લુધું અને ત્યાર બાદ ભારતીય ટીમ પણ ઢળવા લાગી હતી. જેમાં 27 ઓવરમાં માત્ર 54 રન બનાવતા સુધીમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી.

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમેચોની સીરિઝનાં ત્રીજા દિવસના અંતિમ સત્રમાં ભારતીય ટીમ ઇન્ડિયાની વિકેટો ટપોટપ પડી રહી છે. વિરાટ કોહલી બાદ આંજિક્ય રહાણે પણ પૈંટ કમિંસનો શિકાર થઇ ગયો અને એક રન બનાવીને ટિમ પેનને કેચ આપી બેઠો હતો. ભારત32/4 (16.1 ઓવર)
પુજારાએ શુન્ય રન પર આઉટ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલી પણ ખાતુ ખોલ્યા વગર જ પરત ફરી ગયો હતો. પુજારાની જેમ જ યોગ્ય ફ્લિક નહી કરી શકવાનાં કારણે શોર્ટ લેગ પર માર્કસ હેરિસને કેચ આપી બેઠા હતા. ભારત 28/3 (15 ઓવર)
પહેલી વિકેટ પડ્યા બાદ પહેલીવાર શતક વીર શૂન્ય પર આઉટ થઇ ગયા. પુજારાએ પેટ કમિંસનાં બોલમાં ફ્લિક કરવાનાં ચક્કરમાં લેગ સ્લિપ પર કેચ આપી દીધો ભારત 28/3 (14.1 ઓવર)
હનુમાન વિહારી એકવાર ફરીથે પેટ કમિંસનો શિકાર બન્યા અને પેંટના બોલમાં ઉસ્માન ખ્વાજાને કેચ આપી બેઠો હતો અને 13 રન બનાવીને આઉટ થઇ ગયો. તેણે 45 બોલ રમ્યા ભારત 28/1 (13 ઓવર)
ભારતીય ટીમનાં બીજા દાવની શરૂઆત હનુમા વિહારી અને મયંક અગ્રવાલે કરી. ઓસ્ટ્રેલિયા માટે પહેલી ઓવર મિચલે સ્ટાર્કે ફેકી. આ વખતે ત્રીજા જ બોલમાં હનુમા વિહારીનાં બોલ પર પહેલો રન નિકળ્યો ભારત 4/0 (1 ઓવર)
ઓસ્ટ્રેલિયા પહેલા દાવમાં 151 રન પર જ આઉટ થયા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ફોલોઓન રમાડવાને બદલે બીજા દાવમાં પહેલા બેટિંગ કરવા માટેનો નિર્ણય લીધો હતો. 
અંતિમ સત્રમાં બુમરાજે જોશ હેઝલવુડની પોતાની છઠ્ઠી વિકેટ લેતા ઓસ્ટ્રેલિયાની રમત 151 રનમાં જ સમેટાઇ ગઇ હતી. બુમરાહે તેનાં કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા 151/10 (66.5 ઓવર)

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝનાં ત્રીજી મેચનાં ત્રીજા દિવસનાં બીજા સત્રમાં રવીન્દ્ર જાડેજાએ મિશેલ માર્ચની વિકેટ ઝડપી હતી. જેનાંથી ઓસ્ટ્રેલિયાની છઠ્ઠી વિકેટ પડી હતી. મિશેલ માર્શ 36 બોલ પર એક ચોકાની મદદથી માત્ર 9 રન બનાવીને સ્લિપ પર ઉપકપ્તાન આંજિક્ય રહાણેને કેચ આપી બેઠા હતા. જસપ્રીત બુમરાહે ટ્રેવિસ હેડને બોલ્ડ કરીને ઓસ્ટ્રેલિયાની પાંચમો ઝટકો આપ્યો હતો. બુમરાહે લંચનાં ચોથી ઓવરમાં જ ટ્રેવિસ હેડની વિકેટ લઇને ઓસ્ટ્રેલિયાની મેચમાં બેકફુટ પર ધકેલી દીધું હતું. હેડ માત્ર 20 રન જ બનાવી શક્યા. 

પહેલા સત્રનાં અંતિમ દિવસે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ઝડપી લીધી હતી. બુમરાહે શ્રેષ્ઠ પ્રદર્શન કરતા યોર્કર ફેંકતા શોન માર્શને LBW આઉટ કરી દીધો. જેના કારણે લંચ સુધી ઓસ્ટ્રેલિયાની ચાર વિકેટો પાડી દીધી હતી. લંચ સુધી ટ્રેવિસ હેડ ક્રીઝ પર હતો. ઓસ્ટ્રેલિયા 89/4 (33 ઓવર)

રવીન્દ્ર જાડેજાએ પોતાની ત્રીજી જ ઓવરમાં ટીમ ઇન્ડિયાને ત્રીજી સફળતા અપાવી. જાડેજાએ ટીમ ભારત માટે ખતરો બની રહેલા ઉસ્માન ખ્વાજાને મયંક અગ્રવાલનાં હાથે કેચ આઉટ કરાવ્યો. ખવાજા શ્રેષ્ઠ બેટીંગ કરી રહ્યો હતો. તેણે 32 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. જાડેજાએ ઓસ્ટ્રેલિયામાં પહેલી ટેસ્ટ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા 53/3 (19.5 ઓવર)

ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ માર્કસ હેરિસ તરીકે પડી. બુમરાહનાં બોલમાં હેરિસને ફાઇન લેગ પર ઉભેલા ઇશાંત શર્માને કેચ આપી દીધો. હેરિસે 35 બોલમાં 2 ચોગ્ગા સાથે 22 રન બનાવ્યા. હેરિસનાં સ્થાને શોન માર્શ બેટિંગ કરવા માટે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા 36/2 (13.3 ઓવર)

ઇશાંત શર્માએ ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ પાડી દીધી હતી. ઇશાંતે એરોન ફિંચને મયંક અગ્રવાલનાં હાથે કેચ આઉટ કરાવ્યો હતો. મયંકે શોર્ટ મિડ વિકેટ પર ફિંચનો શાનદાર કેચ પકડ્યો હતો. ફિંચમાં એક ચોક્કા સાથે 36 બોલમાં 8 રન બનાવ્યા. ફિંચના સ્થાન ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા આવ્યા. ઓસ્ટ્રેલિયા 24/1 (10.3 ઓવર)

ઇશાંત શર્માએ દિવસો પહેલી ઓવર ફેંકી અને તેનો પહેલો બોલ જ નો બોલ ફેંક્યો. પિચમાં બોલ સ્વિંગ નથી મળી રહી. જો કે બીજા દિવસનાં અંતે ઇશાંતને હળવું સ્વિંગ મળી રહ્યું હતું. ઇશાંતે આ ઓવરમાં 4 રન આપ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news