Exclusive : સલમાનના ચાહકો માટે મોટા સમાચાર, જમાવશે નવી જોરદાર જોડી

સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી 19 વર્ષ પછી ફરીવાર સાથે કામ કરી રહ્યા છે

Exclusive : સલમાનના ચાહકો માટે મોટા સમાચાર, જમાવશે નવી જોરદાર જોડી

મુંબઈ : બોલિવૂડમાં સલમાન ખાનની ગણતરી ટોચના સુપરસ્ટાર તરીકે થાય છે. તેની છેલ્લી કેટલીક ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. હવે સલમાને પોતાની કરિયરને નવી ઉંચાઈ આપવા માટે માસ્ટરસ્ટ્રોક માર્યો છે. સલમાન તેની કરિયરમાં હમ દિલ દે ચૂકે સનમ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર સંજય લીલા ભણસાલી તેમજ તેને લોન્ચ કરનાર સૂરજ બડજાત્યા જેવા ટોચના ડિરેક્ટરોની સાથે ફરી કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘સાંવરિયા’ બાદ સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ફરી સાથે કામ કરવાની તક શોધી રહ્યા હતા. ભણસાલીએ એક લવ સ્ટોરી સિલેક્ટ કરી છે, જેના સ્ક્રીનપ્લે પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થાય તેવી શક્યતા છે.  મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં સલમાનની હિરોઇન તરીકે સંજય લીલા ભણસાલીની ફેવરિટ દીપિકા પાદુકોણને સાઇન કરવાનું લગભગ ફાઇનલ છે. જો આવું થશે તો સલમાન અને દીપિકા પહેલીવાર આ ફિલ્મમાં સાથે જોવા મળશે. 

12 વર્ષ પહેલા સલમાન ખાન અને સંજય લીલા ભણસાલીએ ‘સાંવરિયા’માં કામ કર્યું હતું. 19 વર્ષ પહેલાં આવેલી તેમની ‘હમ દિલ દે ચુકે સનમ’ સુપરહિટ સાબિત થઈ હતી. ‘હમ દિલ દે ચુકે સનમ’ ફિલ્મમાં સલમાનની ઓપિઝિટમાં ઐશ્વર્યા રાય હતી. આ જોડીની સાથે સાથે ફિલ્મ પણ લોકોને ખાસ પસંદ આવી હતી. હવે સંજય લીલા ભણસાલી પોતાની નવી ફિલ્મમાં સલમાન અને દીપિકાની જોડી જમાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news