Salaar Trailer: 'સાલાર'નું ટ્રેલર જોશો તો KGFને ભૂલી જશો, પ્રભાસ અને પૃથ્વીરાજના જબરદસ્ત છે એક્શન સીન

Salaar પાર્ટ 1 સીઝફાયર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ 47 સેકન્ડના રન ટાઈમ સાથે ફિલ્મનો જબરદસ્ત પ્રોમો જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે.

Salaar Trailer: 'સાલાર'નું ટ્રેલર જોશો તો KGFને ભૂલી જશો, પ્રભાસ અને પૃથ્વીરાજના જબરદસ્ત છે એક્શન સીન

Salaar પાર્ટ 1 સીઝફાયર'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 3 મિનિટ 47 સેકન્ડના રન ટાઈમ સાથે ફિલ્મનો જબરદસ્ત પ્રોમો જોવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં પ્રભાસ, શ્રુતિ હાસન, પૃથ્વીરાજ સુકુમારન અને જગપતિ બાબુ જેવા કલાકારોનો સમાવેશ થાય છે. તેલુગુ, તમિલ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં આવતી આ ફિલ્મની ટક્કર શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' સાથે થશે.

'પિંકવિલા'ને આપેલા ઈન્ટરવ્યુમાં સાલારના નિર્દેશક પ્રશાંત નીલે કહ્યું હતું કે, 'સાલાર બે મિત્રોની વાર્તા છે જે સૌથી મોટા દુશ્મન બની જાય છે. મિત્રતા એ સાલારની મૂળ ભાવના છે. અમે સાલર ભાગ 1 - યુદ્ધવિરામની અડધી વાર્તા કહી રહ્યા છીએ. મિત્રોની આ સફર અમે બે ફિલ્મો દ્વારા બતાવવા જઈ રહ્યા છીએ. પ્રેક્ષકોને સાલાર ટ્રેલરમાં અમે બનાવેલી દુનિયાની ઝલક જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news