મોટો ફેરફાર, આ રાજ્યના ચૂંટણી પરિણામ 3 તારીખે નહીં થાય જાહેર, જાણો ક્યારે આવશે

Mizoram Assembly Election: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા 3જી ડિસેમ્બર રવિવારના રોજ થવાની હતી પરંતુ હવે તેમાં થોડો ફેરફાર થયો છે.

મોટો ફેરફાર, આ રાજ્યના ચૂંટણી પરિણામ 3 તારીખે નહીં થાય જાહેર, જાણો ક્યારે આવશે

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી પહેલા 3જી ડિસેમ્બર રવિવારના રોજ થવાની હતી પરંતુ હવે તેમાં થોડો ફેરફાર થયો છે. મિઝોરમમાં મતગણતરી હવે 4 ડિસેમ્બરે હાથ ધરાશે. બાકીના રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણામાં નિર્ધારિત તારીખે મતગણતરી થશે. 

અત્રે જણાવવાનું કે મિઝોરમથી આ મામલે અનેક લોકોની અપીલ બાદ ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. મતદાન પહેલા જ મિઝોરમમાં કાઉન્ટિંગની તારીખ બદલવા માટે માંગણી થઈ રહી હતી. આ અંગે તમામ રાજકીય પક્ષો પણ એકમત હતા. તેમનું કહેવું હતું કે રવિવાર એ ખ્રિસ્તીઓનો પવિત્ર દિવસ છે આથી ખ્રિસ્તી બહુમતીવાળા રાજ્ય મિઝોરમમાં તારીખ બદલવી જોઈએ. આ માંગણી પર ભાજપ, કોંગ્રેસ, અને સત્તાધારી એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો રાજી હતા. 

— ANI Digital (@ani_digital) December 1, 2023

ત્રિશંકુ વિધાનસભાના સંકેત
મિઝોરમ વિધાનસભા ચૂંટણીના એક્ઝીટ પોલના પરિણામમાં કોઈ પણ પક્ષ કે ગઠબંધને જીતવા માટે 21 સીટ જરૂરી છે. રાજ્યમાં સત્તાધારી મિઝો નેશનલ ફ્રંટ (એમએનએફ) અને બે અન્ય ગઠબંધનો વચ્ચે કાંટાની ટક્કર હોવાનું કહેવાય છે. આ બે અન્ય ગઠબંધન જોરામ પીપલ્સ મૂવમેન્ટ, અને કોંગ્રેસ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news