ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! આ મહિને 24 ટકા વધારા સાથે સૌથી વધુ GST કલેક્શન

ગત વર્ષે નવેમ્બર 2022માં જીએસટીની રાજ્યની આવક 4,554 કરોડ નોંધાઈ હતી. ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધારે થઈ છે. પ્રથમ આઠ માસમાં રાજ્યની જીએસટીની આવક 41,989 કરોડ થઈ છે.

ગુજરાત સરકારની તિજોરી GSTથી ભરાઈ ગઈ! આ મહિને 24 ટકા વધારા સાથે સૌથી વધુ GST કલેક્શન

GST Data: 1લી ડિસેમ્બરનો દિવસ એક મોટા ગુડ ન્યૂઝ લઈને આવ્યો છે. સરકારી તિજોરીમાં આ મહિને સૌથી વધુ GST કલેક્શન થયું છે. જી હા...નાણા મંત્રાલય દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નવેમ્બર 2023માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 15 ટકા વધુ છે. બીજી બાજુ ગુજરાતની વાત કરીએ તો રાજ્યની જીએસટી આવકમાં 24 ટકાનો વધારો થયો છે. રાજ્યને નવેમ્બર 2023માં જીએસટી હેઠળ 5,669 કરોડની આવક થઈ છે.

રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધુ
ગત વર્ષે નવેમ્બર 2022માં જીએસટીની રાજ્યની આવક 4,554 કરોડ નોંધાઈ હતી. ચાલુ વર્ષે રાજ્યની જીએસટીની આવક સાતમી વખત 5 હજાર કરોડથી વધારે થઈ છે. પ્રથમ આઠ માસમાં રાજ્યની જીએસટીની આવક 41,989 કરોડ થઈ છે. રાજ્ય વેટ હેઠળ કુલ 2,901 કરોડની આવક નોંધાઈ છે. નવેમ્બર 2023માં જીએસટી અને વેટ હેઠળ રાજ્યની આવક 8,670 કરોડ નોંધાઈ છે.

👉 Gross #GST collection crosses ₹1.60 lakh crore mark for the sixth time in FY 2023-24

👉 #GST collection higher by 11.9% Y-o-Y for FY2023-24 upto November, 2023… pic.twitter.com/RhVnIePREf

— Ministry of Finance (@FinMinIndia) December 1, 2023

નાણા મંત્રાલયે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું કે, નવેમ્બર 2023માં GST કલેક્શન 1,67,929 કરોડ રૂપિયા હતું. તેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) રૂપિયા 30,420 કરોડ, રાજ્ય જીએસટી (SGST) રૂપિયા 38,226 કરોડ, સંકલિત જીએસટી (IGST) રૂપિયા 87,009 કરોડ (માલની આયાત પર એકત્ર કરાયેલ રૂપિયા 39,198 કરોડ સહિત) અને સેસ રૂપિયા 12,274 કરોડ (માલની આયાત પર એકત્ર રૂપિયા 36 કરોડ સહિત)નો સમાવેશ થાય છે.

GST લાગુ થયા પછીનો બીજો સૌથી મોટો સંગ્રહ
ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન રૂપિયા 1.72 લાખ કરોડ હતું. આ રીતે, ઓક્ટોબર 2023ની સરખામણીએ નવેમ્બરમાં GST કલેક્શનમાં 2 ટકાનો ઘટાડો થયો છે, પરંતુ GST લાગુ થયા પછી આ બીજું સૌથી મોટું કલેક્શન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news