લગ્નના કાર્ડ વહેચાઇ ગયા પછી Salmanએ લગ્નની કેમ પાડી હતી ના! સાજિદ નડિયાદવાલાએ કર્યો ખુલાસો

બોલીવુડના 'દબંગ' સલમાન ખાન (Salman Khan) જેટલા પોતાની ફિલ્મો અને અભિનયને લઇને ચર્ચામાં રહે છે, તેનાથી વધુ તેમના ફેન્સને તેમના લગ્નના સમાચારની આતુરતા રહે છે. 'સલમાન ખાન તમે ક્યારે લગ્ન કરશે.

લગ્નના કાર્ડ વહેચાઇ ગયા પછી Salmanએ લગ્નની કેમ પાડી હતી ના! સાજિદ નડિયાદવાલાએ કર્યો ખુલાસો

નવી દિલ્હી: બોલીવુડના 'દબંગ' સલમાન ખાન (Salman Khan) જેટલા પોતાની ફિલ્મો અને અભિનયને લઇને ચર્ચામાં રહે છે, તેનાથી વધુ તેમના ફેન્સને તેમના લગ્નના સમાચારની આતુરતા રહે છે. 'સલમાન ખાન તમે ક્યારે લગ્ન કરશે, આ પ્રશ્ન દર વખતે મીડિયા અને ફેન્સ તેમને પૂછે છે પરંતુ સલ્લૂભાઇ છે કે દર વખતે ગોળી આપીને ફેન્સ અને મીડિયાનું મોઢું બંધ કરી દે છે. સલમાન ખાનના લગ્નને લઇને તાજેતરમાં જ ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ એક મોટો ખુલાસો કર્યો હતો, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. 'ધ કપિલ શર્મા શો'નો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સાજિદ નડિયાદવાલા ગેસ્ટ તરીકે કપિલ સામે બેસે છે અને કપિલ, સલમાન ખાનના લગ્ન પર તેમને પ્રશ્ન કરે છે. 

લગ્ન કરવાની કેમ ના પાડી સલમાન ખાને
કપિલ શર્મા શોમાં સાજિદ નડિયાદવાલાએ ખુલાસો કર્યો છે કે વર્ષ 1999માં સલમાન ખાન લગ્ન કરવા માટે તૈયાર થઇ ગયા હતા. લગ્નના કાર્ડ પર વહેંચાઇ ગયા હતા પરંતુ જે દિવસે લગ્ન હતા તેના 6 દિવસ પહેલાં સલમાને લગ્ન કરવાની ના પાડી દીધી. સાજિદે પણ તે સમયે લગ્ન કર્યા હતા. સલમાન ખાને કેમ લગ્ન કરવાની ના પાડી તે વિશે સાજિદે કશું જણાવ્યું નહી પરંતુ સલમાન ખાનના ફેન્સ આ વાતનો જરૂર અફસોસ થઇ રહ્યો હશે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે વર્ષ 1999માં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ રિલીઝ થઇ હતી અને આ ફિલ્મ બાદથી જ બંને સલમાન અને ઐશ્વર્યા રાયના અફેરના સમાચાર ચર્ચામાં રહ્યા હતા. હવે કેમ સલમાન ખાનના જે કાર્ડ છપાઇ ગયા હતા જેની સાજિદ ચર્ચા કરી રહ્યા છે તેમાં સલમાન સાથે ઐશ્વર્યા રાયનું નામ લખ્યું હતું? જવા દો આ વાત પર હજુ પણ સસ્પેંસ યથાવત છે અને લોકો ફક્ત અનુમાન જ લગાવે છે. 
 
આ ફિલ્મમાં જોવા મળશે સલમાન
સલમાન ખાન આજે પચાસને પાર પહોંચી ગયા છે. બોલીવુડમાં સુલ્તાન સલમાન ખાનનો જલવો હજુ પણ યથાવત છે. બસ ફેન્સને અફસોસ છે કે તે હજુપણ કુંવારા છે. સલમાન ખાનની ફિલ્મોની વાત કરીએ તો તે જલદી રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ'માં દિશા પટણી સાથે રોમાન્સ કરતાં જોવા મળશે. રાધે ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. 22 મેના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે પરંતુ કોરોના વાયરસના સંકટના લીધે આશા ઓછી છે કે આ ફિલમ નક્કી સમયે રિલીઝ થાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news