Film Review : કેવી છે 'એક લડકી કો દેખા તો...'? જાણવા કરો ક્લિક...

જો તમે ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યા હો તો જાણી લો કેવી છે આ ફિલ્મ

Film Review : કેવી છે 'એક લડકી કો દેખા તો...'? જાણવા કરો ક્લિક...

નવી દિલ્હી : હાલમાં બોલિવૂડમાં નવાનવા મુદ્દાઓને સ્પર્શતી ફિલ્મો આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં ભારે બદલાવ છે અને અનેક બોલ્ડ વિષયો પર ફિલ્મો બની રહી છે. આવી જ એક ફિલ્મ આવી સોનમ કપૂર અને રાજકુમાર રાવ અભિનીત 'એક લડકી કો દેખા તો એસા લગા'. આ ફિલ્મોને ચાહકો અને ક્રિટિક્સના સારા રિવ્યુ મળ્યા છે.

સમલૈંગિક સંબંધો પર બનેલી આ ફિલ્મમાં સોનમ કપૂર એવી છોકરીનો રોલ કરી રહી છે જે નાનપણથી લગ્નના સપનાં જોઈને મોટી થઈ છે. તે મોટી થતા પરિવાર તેના લગ્નનું પ્લાનિંગ કરવા લાગે છે પણ સોનમ લગ્નથી ખુશ નથી. આ ફિલ્મમાં સોનમ કોઈ યુવક કે રાજકુમાર રાવને પ્રેમ નથી કરતી પણ એક છોકરીને પ્રેમ કરતી હોય છે. પરિવારને જ્યારે ખબર પડે છે કે તેમની દીકરી સમલૈંગિક છે તો એ તેના લગ્ન કોઈપણ છોકરા સાથે કરાવવા તૈયાર થઈ જાય છે. સોનમ પરિવાર અને પ્રેમની લડાઈમાં કઈ રીતે પોતાની ઓળખ મેળવે છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. 

— Sonam K Ahuja (@sonamakapoor) February 1, 2019

આ ફિલ્મને શૈલી ચોપડા ધર ડિરેક્ટ કરી રહી છે અને તેની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ પહેલાં અનિલ કપૂરની '1942 અ લવસ્ટોરી'ને શૈલી ચોપડાના ભાઈ વિધુ વિનોદ ચોપડાએ ડિરેક્ટર કરી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને જુહી ચાવલા 9 વર્ષ પછી પડદા પર સાથે જોવા મળે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ ફરીવાર પોતાના અંદાજથી લોકોના દિલ જીતી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news