ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ પડ્યો પ્રેમના ચક્કરમાં, બોલિવૂડને મળ્યું નવું કપલ

અભિમન્ય દાસાણી અને શર્લી શેટિયા બોલિવૂડનું નવું સેલિબ્રિટી કપલ છે

ભાગ્યશ્રીનો દીકરો અભિમન્યુ પડ્યો પ્રેમના ચક્કરમાં, બોલિવૂડને મળ્યું નવું કપલ

નવી દિલ્હી : એક્ટ્રેસ ભાગ્યશ્રી અને હિમાલય દાસાણીનો દીકરો બોલિવૂડમાં ધીરેધીરે પ્રગતિ કરી રહ્યો છે. અભિમન્યુની આગામી ફિલ્મ નિકમ્મામાં હિરોઇન તરીકે શર્લી શેટિયા ડેબ્યુ કરી રહી છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અભિમન્ય અને શર્લી રિયલ લાઇફમાં પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે. અભિમન્યુની આ ફિલ્મથી 13 વર્ષ પછી શિલ્પા શેટ્ટી પણ કમબેક કરી રહી છે. શિલ્પા શેટ્ટી મોટા પડદા પર શબ્બીર ખાનની એક્શન એન્ટરટેઇનમેન્ટ ફિલ્મમાં મહત્વના રોલમાં જોવા મળશે. 

મુંબઈ મિરરમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે અભિમન્યુ અને શર્લી બોલિવૂડની નવી પ્રેમી જોડી છે. જોકે બંનેએ આ વાતની સત્તાવાર જાહેરાત નથી કરી. 

એક ન્યૂઝપેપર સાથે વાત કરતી વખતે અભિમન્યુ્એ કહ્યું હતું કે આ ફિલ્મમાં તેને સાઇન કરીને જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એને તે સાચો સાબિત કરીને બતાવશે. ફિલ્મની એક્ટ્રેસ શર્લીનું કહેવું છે કે મને આનાથી સારી તક મળી શકે એમ નહોતી અને મને ખુશી છે કે બોલિવૂડમાં મારી શરૂઆત એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સ્ટુડિયો અને શબ્બીર સાથે થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news