જોન અબ્રાહમના લગ્નની લિવ ઇન પાર્ટનર રહેલી બિપાશાને નહોતી આવી ગંધ! ગજબની ફિલ્મી રિયલ સ્ટોરી

બોલિવૂડમાં જોન અબ્રાહમ (John Abraham) તેની દેશભક્તિવાળી ફિલ્મોને કારણે જાણીતો છે. તે બહુ સમજીવિચારીને ફિલ્મોની પસંદગી કરે છે. આજે 17 ડિસેમ્બરે જોનનો જન્મદિવસ છે. 

જોન અબ્રાહમના લગ્નની લિવ ઇન પાર્ટનર રહેલી બિપાશાને નહોતી આવી ગંધ! ગજબની ફિલ્મી રિયલ સ્ટોરી

મુંબઈ : બોલિવૂડમાં જોન અબ્રાહમ (John Abraham) તેની દેશભક્તિવાળી ફિલ્મોને કારણે જાણીતો છે. તે બહુ સમજીવિચારીને ફિલ્મોની પસંદગી કરે છે. આજે 17 ડિસેમ્બરે જોનનો જન્મદિવસ (Birthday) છે. જોનની રિયલ લાઇફની વાત કરીએ તો તેની કરિયર કરતા પર્સનલ લાઇફને કારણે વધારે ચર્ચામાં રહ્યો છે. એક સમયે જોન અને બિપાશા બાસુ (Bipasha Basu)ની ગણતરી બોલિવૂડના ટોચના પ્રેમીઓમાં થતી હતી. તેઓ નવ વર્ષ સુધી લિવ ઇનમાં પણ રહ્યા હતા પણ એકાએક જોને ચુપચાપ NRI પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી લીધા હતા. જોનના આ લગ્ન વિશે બિપાશાને ગંધ પણ નહોતી આવી.

જોન અને બિપાશા બંને મોડલિંગના બેકગ્રાઉન્ડમાંથી આવ્યા છે. બંને વચ્ચે જિસ્મના સેટ પર નિકટતા વધી હતી. આ ફિલ્મ બોલ્ડ દ્રશ્યોથી ભરપુર હતી અને એમાં જોન તેમજ બિપાશાની કેમિસ્ટ્રી ઉડીને આંખે વળગતી હતી. એક સમય હતો જ્યારે બંને પાર્ટીઓમાં સાથેસાથે જતા હતા અને ધામધૂમથી એકબીજાનો બર્થ-ડે સેલિબ્રેટ કરતા હતા. જોકે એકાએક એક દિવસ સમાચાર આવ્યા હતા કે જોને રાતોરાત પ્રિયા રૂંચાલ સાથે લગ્ન કરી લીધા છે. જોને પોતે નવા વર્ષની શુભેચ્છા આપતી વખતે તેના લગ્નના સમાચાર સત્તાવાર રીતે આપ્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે જોનના આ લગ્ન વિશે બિપાશાને પણ કાનોકાન ખબર નહોતી પડી. એક ઇન્ટરવ્યૂમાં બિપાશાએ જણાવ્યું છે કે તેને આ આઘાતમાંથી નીકળવામાં અનેક મહિના લાગી ગયા હતા. હવે તો બિપાશાએ પોતે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા છે અને તેઓ શું કામ અલગ પડ્યા છે એની હજી સુધી કોઈને ખબર નથી. 

જોને પોતાની પત્ની પ્રિયા વિશે જણાવ્યું હતું કે તે બહુ પ્રાઇવેટ પર્સન છે. પ્રિયાએ પોતાનો અભ્યાસ બિઝનેસ સ્કૂલ ઓફ લંડનથી કર્યો હતો અને તે લોસ એન્જલસમાં રહેતી હતી. હાલમાં પ્રિયા પતિ જોનનો બિઝનેસ હેન્ડલ કરે છે અને તેની ફુટબોલ ટીમ નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસીનું મેનેજમેન્ટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Entertainmentના અન્ય સમાચાર માટે ક્લિક કરો આ લિંક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news