FILM REVIEW: દેશભક્તિના રંગે રંગાયેલી છે જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ'
દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર બનેલી જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાટલા હાઉસ' ગઇકાલે (15 ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મૃણાલ ઠાકુર, નોરા ફતેહે અને રવિ કિશન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના બાટલા હાઉસ એનકાઉન્ટર પર બનેલી જોન અબ્રાહમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાટલા હાઉસ' ગઇકાલે (15 ઓગસ્ટ)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચૂકી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત મૃણાલ ઠાકુર, નોરા ફતેહે અને રવિ કિશન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મના લોકો ખૂબ આતુરતાપૂર્વક રાહત જોઇ રહ્યા હતા. એક સાચી ઘટના પર આધારિત આ ફિલ્મ દેશભક્તિથી સજ્જ છે. આમ તો ગત કેટલાક વર્ષોથી જોન અબ્રાહમનું વલણ દેશભક્તિની ફિલ્મો તરફ જોવા મળી રહ્યું છે. આ પહેલાં તે 'પરમાણું' અને 'સત્યમેવ જયતે' જેવી ફિલ્મો દ્વારા લોકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે.
તમને જણાવી દઇએ કે 19 સપ્ટેમ્બરના રોજ 2008ના રોજ જ્યારે દિલ્હીના બાટલા હાઉસમાં દિલ્હી પોલીસે એક એનકાઉન્ટર કર્યું અને ત્યારબાદ આખા દેશમાં દિલ્હી પોલીસ વિરૂદ્ધ એકસૂરમાં અવાજ ઉઠાવવામાં આવ્યો. આ એનકાઉન્ટરને ઘણા લોકોએ ફેક કહ્યું તો ઘણા લોકોએ મરનાર આતંકવાદીઓને વિદ્યાર્થી ગણાવ્યા. આ સત્યની લડાઇને લઇને નિખિલ અડવાણી ફિલ્મ બનાવી છે. ફિલ્મમાં જોન અબ્રાહમ 'સંજી કુમાર યાદવ' અને રવિ કિશન 'કે કે'ની ભૂમિકામાં છે, જે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઓફિસર છે. ફિલ્મમાં સંજીવ કુમારની પત્ની નંદિતા કુમારનું પાત્ર મૃણાલ ઠાકુરે ભજવ્યું છે.
ફિલ્મની કહાણી 19 સપ્ટેબર 2008 થી શરૂ થાય છે, જ્યારે દિલ્હીમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટની તપાસના મુદ્દે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ઓફિસર કે કે અને સંજીવ કુમાર પોતાની ટીમ સાથે બાટલા હાઉસ એલ-18 નંબરની બિલ્ડીંગ પર પહોંચે છે. આ બિલ્ડીંગના ત્રીજા માળે તેમની મુઠભેડ ઇન્ડીયન મુજાહિદ્દીનના સંદિગ્ધ આતંકવાદીઓ સાથે થાય છે, જેમાં બે સંદિગ્ધ આતંકવાદીઓના મોત થઇ જાય છે, પરંતુ આ દરમિયાન દિલ્હી પોલીસના જાંબાજ ઓફિસર 'કે કે'નું મોત નિપજે છે અને એક ઓફિસરને ઇજા પહોંચે છે. આ દરમિયાન એક સંદિગ્ધ આતંકવાદી ઘટનાસ્થળેથી ફરાર થઇ જાય છે. આ એનકાઉન્ટર બાદ આખા દેશમાં રાજકારણ અને આરોપ-પ્રત્યારોપોનો માહોલ ગરમાઇ જાય છે.
લોકો આ એનકાઉન્ટરને ફેકગણાવે છે. ઘણા રાજકીય પાર્ટીઓ અને માનવાધિકાર સંગઠનો દ્વારા સંજીવ કુમારની ટીમ પર નિર્દોષ વિદ્યાર્થીને આતંકવાદી ગણાવીને ફેક એનકાઉન્ટ કરવાનો ગંભીર આરોપ લાગે છે. એટલું જ નહી સંજીવ કુમારના પોતાના ડિપાર્ટમેન્ટના લોકો પણ આ એનકાઉન્ટર પર સવાલો ઉભા કરે છે. આ દરમિયાન સંજીવ કુમાર પોસ્ટ ટ્રોમેટિક ડિસોર્ડર જેવી માનસિક બિમારીની ચપેટમાં આવી જાય છે. તેમછતાં તે પોતાની લડાઇ જાતે લડે છે અને આ દરમિયાન તેમની પત્ની સંજીવ કુમારને પુરાવી દે છે. શું સંજીવ કુમારી પોતાની ટીમને નિર્દોષ સાબિત કરી શકે છે કે નહી? તેના માટે તમારે સિનેમાઘરમાં જઇને આખી ફિલ્મ જોવી પડશે.
તેમાં કોઇ શંકા નથી કે ફિલ્મમાં દરેક કલાકે પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે. તો બીજી તરફ ફિલ્મના ડાયરેક્શનની વાત કરીએ તો, આ એનકાઉન્ટર બાદ સમગ્ર કહાણીને શાનદાર રીત લોકો વચ્ચે લાવવામાં નિખિલ અડવાણી પુરી રીતે સફળ સાબિત થયા છે. નિખિલે ફિલ્મમાં દિગ્વિજય સિંહ, અરવિંદ કેજરીવાલ, અમર સિંહ અને એલ કે અડવાણી જેવા નેતાઓના રિયલ ફૂટેજનો ઉપયોગ કર્યો છે. તો બીજી તરફ ફિલ્મના સંગીતની વાત કરીએ તો તેના લગભગ બધા ગીતો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. જેને મોટા પડદે જોવા વધુ મનોરંજક લાગે છે ખાસ કરીને નોરા ફતેહીનું 'ઓ સાકી સાકી'. કુલ મળીને એમ કહી શકીએ કે જોન અબ્રાહમે ફરી એકવાર પોતાના જોરદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે