કલમ 370: UNની 'બંધ બારણે' બેઠકનો શું છે આશય, તેનાથી કાશ્મીર મુદ્દે કોઈ ફરક પડશે ખરો? 

કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ મુદ્દે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પાકિસ્તાનનું 'મિત્ર' ગણાતા ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને આ અંગે અનૌપચારિક  બેઠક (ક્લોઝ્ડ કન્સલ્ટેશન)નો આગ્રહ કર્યો છે.

કલમ 370: UNની 'બંધ બારણે' બેઠકનો શું છે આશય, તેનાથી કાશ્મીર મુદ્દે કોઈ ફરક પડશે ખરો? 

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ મુદ્દે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પાકિસ્તાનનું 'મિત્ર' ગણાતા ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને આ અંગે અનૌપચારિક  બેઠક (ક્લોઝ્ડ કન્સલ્ટેશન)નો આગ્રહ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ બેઠક સવારે 10 કલાકે (ભારતીય સમય મુજબ સાંજે 7:30 કલાકે) શરૂ થશે. હવે સવાલ એ ઉઠે છે કે દુનિયાના સૌથી મોટા કૂટનીતિક મંચ પર અનૌપચારિક બેઠકનો આશય શું છે?

1. સંયુક્ત રાષ્ટ્રનો એજન્ડા આઈટમ 'ઈન્ડિયા પાકિસ્તાને ક્વેશ્ચન' હેઠળ ચીને આ બેઠકનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ રીતની બેઠક સાર્વજનિક રીતે હોતી નથી. મીટિંગમાં કહેવાયેલી કોઈ પણ વાતનો કોઈ રેકોર્ડ રાખવામાં આવતો નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યો વચ્ચે સલાહ સૂચનો માટે આ પ્રકારની અનૌપચારિક બેઠકોનું આયોજન કરાય છે. પત્રકારોને પણ તેના કવરેજની મંજૂરી હોતી નથી. 

2. સંયુક્ત રાષ્ટ્રના રેકોર્ડ મુજબ આ અગાઉ 1964-65માં એજન્ડા આઈટમ 'ઈન્ડિયા-પાકિસ્તાન ક્વેશ્ચન' હેઠળ સુરક્ષા પરિષદમાં જમ્મુ-કાશ્મીર ક્ષેત્ર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ પર બેઠક  થઈ હતી. 16 જાન્યુઆરી 1964ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પ્રતિનિધિએ પરિષદના અધ્યક્ષને લખીને તત્કાળ મીટિંગનો આગ્રહ કર્યો હતો. ભારતે પાકિસ્તાનની અપીલને પ્રોપેગેન્ડા ગણાવી હતી. 

4. 1969-71 વચ્ચે એક અન્ય એજન્ડા આઈટમ ભારત/પાકિસ્તાન ઉપમહાદ્વીપમાં 'સ્થિતિ' હેઠળ કાશ્મીર મુદ્દો વિશ્વ સમુદાય સામે ઉઠ્યો હતો. ત્યારબાદ 1972ના સિમલા કરારમાં ભારત અને પાકિસ્તાને દ્વિપક્ષીય વાતચીત દ્વારા વિવાદાસ્પદ મુદ્દાના સમાધાનની વાત કરી હતી. આ કરારમાં ત્રીજા દેશની કોઈ પણ પ્રકારની મધ્યસ્થતાને ફગાવવામાં આવી હતી. ત્યારબાદથી જ્યારે પણ પણ પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને વિશ્વ સમુદાય સમક્ષ ઉઠાવ્યો ત્યારે ભારતે હંમેશા તેને સિમલા કરાર યાદ અપાવ્યો હતો. 

જુઓ LIVE TV

આ મામલે શું કહે છે વિશેષજ્ઞ?
પાકિસ્તાનને ખુશ કરવા માટે ચીને કલમ 370નો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવી રહ્યો છે. આ બેઠક બંધબારણે થઈ રહી છે. જો કે રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે  કે ચીન-પાકિસ્તાનના આ પગલાંથી કશું કળવાનું નથી. જો આ બેઠકમાં ભારત વિરુદ્ધ કોઈ પ્રસ્તાવ આવે તો પણ સુરક્ષા પરિષદના સભ્ય તેના વિરુદ્ધ વીટો મારી શકે છે. આ બેઠકમાં ભારત કે પાકિસ્તાનનો કોઈ સભ્ય હશે નહીં. 

ચીન અને પાકિસ્તાન ભલે થોડીવાર ખુશી મનાવે કે યુએનએસસીએ તેમની વાત માની છે પરંતુ રક્ષા વિશેષજ્ઞના જણાવ્યાં મુજબ સુરક્ષા પરિષદના મોટાભાગના સભ્યો માને છે કે કાશ્મીર મુદ્દો ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે અને તેને  બંને દેશોએ ભેગા થઈને ઉકેલવો જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news