VIDEO : રવીનાએ જાહેરમાં કરી એવી હરકત કે દીકરીએ શરમથી છુપાવી લીધું મોં

રવીના ટંડન (Raveena Tandon) દ્વારા શેયર કરવામાં આવેલો આ વીડિયો 2017નો છે અને  હવે એ વાયરલ થઈ ગયો છે.

VIDEO : રવીનાએ જાહેરમાં કરી એવી હરકત કે દીકરીએ શરમથી છુપાવી લીધું મોં

નવી દિલ્હી : હાલમાં દેશ કોરોના વાયરસ (Coronavirus)ના સંકટ સામે લડી રહ્યો છે અને દેશ 21 દિવસના લોકડાઉનના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ લોકડાઉનને કારણે બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ પોતપોતાના ઘરમાં બંધ છે અને સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા છે. આ સેલિબ્રિટીઝ નિયમિત રીતે પોતાના જુના વીડિયો અપલોડ કરી રહ્યા છે.

હાલમાં એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon)નો પણ વીડિયો વાયરલ થયો છે જે 2017નો છે. એ સમયે રવીના પતિ અનિલ થડાણી અને દીકરી રાશા સાથે  ન્યૂયોર્ક ગઈ હતી. આ વીડિયો રવીના ન્યૂયોર્કના રસ્તાઓ પર ધમાલમસ્તી કરતી જોવા મળી રહી છે. રવીનાની આ હરકતો જોઈને દીકરી રાશાએ પણ શરમાઈને મોં સંતાડી દીધું છે. 

A post shared by Raveena Tandon (@officialraveenatandon) on

અમેરિકામાં કોરોના વાયરસ બેકાબૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર અને 12,857 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. માત્ર છેલ્લા 24 કલાકમાં 2 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને 33,331 નવા સંક્રમિત કેસ મળી આવ્યા છે. જેને જોઈને ડોનાલ્ડ ટ્રંપના હોશ ઉડી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news