Deepika Padukone સાથે ડિનર ડેટ પર નિકળ્યો Ranveer Singh, એક્ટર પર સૌ કોઈની નજર
બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ઓળખાય છે. હાલમાં જ એક્ટર તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે સ્પોર્ટ થયો છે. સૌ કોઈની નજર આ સ્ટાર કપલ પર જોવા મળી
Trending Photos
નવી દિલ્હી: બોલીવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ઓળખાય છે. હાલમાં જ એક્ટર તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) સાથે સ્પોર્ટ થયો છે. સૌ કોઈની નજર આ સ્ટાર કપલ પર જોવા મળી. આ સ્ટાર કપલ ગત રાતે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યું હતું. તે દરમિયાન રણવીર સિંહ હમેશાંની જેમ એકદમ વાઈબ્રન્ટ કલરનું જેકેટ પહેરી પહોંચ્યો હતો. જ્યાં સૌ કોઈની નજર રણવીર સિંહની સ્ટાઈલ સ્ટેટમેન્ટ પર જ હતી.
રણવીર સિંહનો કૂલ અંદાજ
રણવીર સિંહે (Ranveer Singh) તેની વાઈફ સાથે નાઈટ આઉટિંગના સમયે પીળા કલરનું જેકેટ પહેર્યું હતું. આ જેકેટ પર સ્માઈલી ઈમોજી પણ હતા. સાથે જ તેના પર અંગ્રેજીમાં લખ્યું હતું ‘Drew’. ડ્રિયૂ જાણીતા હોલીવુડ સિંગર જસ્ટિન બિબરના (Justin Bieber) કપડાંની બ્રાન્ડ છે. આ બ્રાન્ડની ટી શર્ટ્સ અને જેકેટ ઘણા બોોલીવૂડ સ્ટાર્સ પહેરે છે. તે દરમિયાન રણવીર સિંહ પણ ડ્રિયૂ બ્રાન્ડના જ જેકેટમાં જોવા મળ્યો હતો.
અફોર્ડેબલ કિંમતનું જેકેટ
મીડિયા રિપોર્ટનું માનીએ તો જેકેટ ઘણું અફોર્ડેબલ પ્રાઈઝ પર ઉપલબ્ધ છે. સ્પોટબોયની એક રિપોર્ટનું માનીએ તો રણવીર સિંહે (Ranveer Singh) જે પીળા રંગનું ડ્રિયૂ જેકેટ પહેર્યું છે તેની કિંમત કુલ 53 ડોલર છે એટલે કે, 3025 રૂપિયા છે. બોલીવૂડ સ્ટાર ઘણી વખત વોર્ડરોબમાં એકથી ચડિયાતા એક મોંગા કપડા રાખે છે. એવામાં જેકેટની કિંમત તેમની વૈભવી લાફઈસ્ટાઇલનું ઉલ્ટું ખુબજ અફોર્ડેબલ છે.
તમને જણાવી દઇએ કે, જસ્ટિન બિબરે (Justin Bieber) પણ આ પ્રકારનું જેકેટ પહેર્યું હતું. જ્યારે બોલીવૂડ સ્ટાર વરૂણ ધવન અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહર પણ આ પ્રકારના જેકેટમાં જોવા મળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે