Corona Vaccine Update: દેશમાં વધુ એક કોરોના વેક્સિન મળશે, નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ ઉપયોગી, અદાર પૂનાવાલાએ કહી આ વાત

Corona Vaccine News Updates: સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ શનિવારે કહ્યુ કે, તેમની કંપની ભારતમાં નોવાવેક્સ ઇંક  (covavax Inc) ની સાથે ભાગીદારીમાં વધુ એક Covid-19 વેક્સિનની ટ્રાયલ શરૂ કરવા માટે અરજી કરી છે. 
 

 Corona Vaccine Update: દેશમાં વધુ એક કોરોના વેક્સિન મળશે, નવા સ્ટ્રેન વિરુદ્ધ પણ ઉપયોગી, અદાર પૂનાવાલાએ કહી આ વાત

પુણેઃ કોરોના વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ 89 ટકા સુધી અસરકારક વેક્સિન ભારતમાં જૂન 2021મા લોન્ચ થઈ શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલા (Adar Poonawalla) એ શનિવારે કહ્યુ કે, તેમની કંપની ભારતમાં નોવાવેક્સ ઇંક  (Novavax Inc) ની સાથે ભાગીદારીમાં વધુ એક Covid-19 વેક્સિનની ટ્રાયલ શરૂ કરવા માટે અરજી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે જૂન 2021 સુધી કંપની કોરોના વાયરસ માટે વધુ એક વેક્સિન કોવોવેક્સ (Covavax) લોન્ચ કરી શકે છે. 

હકીકતમાં દવા કંપની નોવૈવેક્સ ઇંકએ એક દિવસ પહેલા કહ્યું હતું કે, કોવિડ 19 (Covid-19) ની તેની રસી બ્રિટનમાં ચાલી રહેલા એક અભ્યાસના શરૂઆતી તારણોના આધાર પર નવા સ્ટ્રેન વિરુદ્ધ 89 ટકા અસરકારક સાબિત થી છે. કંપનીએ તે પણ દાવો કર્યો કે, તેની રસી બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં ફેલાય રહેલા વાયરસના નવા સ્ટ્રેન વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરવાના મામલામાં ઉપયોગી સાબિત થઈ રહી છે. 

— SerumInstituteIndia (@SerumInstIndia) January 30, 2021

જૂન 2021 સુધી આવી શકે છે કોવોવેક્સ
પૂનાવાલાએ શનિવારે ટ્વિટર પર કહ્યુ કે, 'નોવાવેક્સની સાથે કોવિડ-19 રસી માટે અમારી ભાગીદારીના ખુબ પ્રભાવી પરિણામ આવ્યા છે. અમે ભારતમાં તેની ટ્રાયલ શરૂ કરવા માટે અરજી કરી છે. જૂન 2021 સુધી કોવોવેક્સનું ઉત્પાદન શરૂ કરવાની આશા છે.'

સીરમ પહેલા બનાવી લીધી છે કોવિશીલ્ડ વેક્સિન
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) એ આ પહેલા કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે, જેને ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલય અને બ્રિટિશ-સ્વીડિસ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસિત કરી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન માટે કેન્દ્રએ કોવિશીલ્ડની રસીના એક કરોડ 10 લાખ ડોઝ ખરીદ્યા છે. 

16 જાન્યુઆરીથી દેશમાં ચાલુ છે રસીકરણ
દેશભરમાં કોરોના વિરુદ્ધ 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ થયું હતું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ કહ્યુ હતુ કે, તેમાં આશરે 3 કરોડ સ્વાસ્થ્યકર્મીઓ અને ફંટલાઇન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news