દીપિકાનો આ PHOTO જોઈને પતિ રણવીર પાણી પાણી, કહ્યું-'બેબી દયા કર યાર...'

અભિનેતા રણવીર કપૂર તેની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદૂકોણની તસવીરો પર અવારનવાર કોમેન્ટ કરતો રહે છે. આ વખતે તેણે દીપિકાની તસવીર જોઈને ઊંડા શ્વાસ લેતા કહ્યું કે બેબી દયા કર યાર... રણવીર સોશિયલ મીડિયા પર દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ પણ તક ચૂકતો નથી અને આ જોઈને બંનેના ફેન્સ પણ ખુબ ખુશ થાય છે. 
દીપિકાનો આ PHOTO જોઈને પતિ રણવીર પાણી પાણી, કહ્યું-'બેબી દયા કર યાર...'

નવી દિલ્હી: અભિનેતા રણવીર કપૂર તેની પત્ની અને બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદૂકોણની તસવીરો પર અવારનવાર કોમેન્ટ કરતો રહે છે. આ વખતે તેણે દીપિકાની તસવીર જોઈને ઊંડા શ્વાસ લેતા કહ્યું કે બેબી દયા કર યાર... રણવીર સોશિયલ મીડિયા પર દીપિકા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની કોઈ પણ તક ચૂકતો નથી અને આ જોઈને બંનેના ફેન્સ પણ ખુબ ખુશ થાય છે. 

દીપિકા પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની ખુબસુરત તસવીરો પોસ્ટ કરતી રહે છે. આ તસવીરો પર તેના ફેન્સ તો કોમેન્ટ કરતા રહે છે. પરંતુ રણવીર પણ કોમેન્ટ કરે છે અને તેની કોમેન્ટ એવી હોય છે જે બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચે છે. 

હાલમાં જ દીપિકાએ એલ મેગેઝીન (Elle India) માટે ફોટોશૂટ કરાવ્યું છે. અત્યાર સુધી તે આ ફોટોશૂટની અનેક તસવીરો પોસ્ટ કરી ચૂકી છે. આ ફોટોશૂટની એક તસવીર પર રણવીર સિંહે કોમેન્ટ પણ કરી. આ મોનોક્રોમ તસવીરમાં દીપિકા કોઈ બીચ કિનારે છે અને તે એટલી હોટ લાગે છે કે રણવીરે આ તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું કે બેબી દયા કર યાર...

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

અત્રે જણાવવાનું કે દીપિકા અને રણવીરના લગ્ન નવેમ્બર 2018માં થયા હતાં. બંનેએ ઈટાલીમાં લગ્ન કર્યા હતાં. દીપિકા અને રણવીરે વર્ષ 2013માં ફિલ્મ રામલીલા વખતે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંનેની કરિયર પણ સુપર સક્સેસફૂલ રહી છે અને આ બંનેએ સાથે પણ કેટલીક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. રામ લીલા ઉપરાંત દીપિકા અને રણવીરે ફાઈન઼્ડિંગ ફેની, બાજીરાવ મસ્તાની, અને પદ્માવતમાં કામ કર્યું છે. હવે તેમની આગામી સાથે ફિલ્મ 83 હશે. દીપિકા હાલમાં છપાકમાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news