રણબીરે એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા અને રણવીરને જાહેરમાં આપી મોટી ચેલેન્જ!

આ ત્રિપુટી તેમની કેમિસ્ટ્રીને કારણે જાણીતી છે

રણબીરે એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા અને રણવીરને જાહેરમાં આપી મોટી ચેલેન્જ!

મુંબઈ : અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની 'સુઇ ધાગા ચેલેન્જ' બોલિવૂડમાં ભારે ચર્ચામાં છે. હાલમાં અક્ષયકુમારે આ ચેલેન્જ સ્વીકારી હતી પણ એ એમાં પાર ઉતરી શક્યો નહોતો.અક્ષય પછી આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરે પણ વરૂણ ધવનની આ ચેલેન્જ સ્વીકારી હતી. આ ચેલેન્જમાં 10 સેકંડની અંદર સોયની અંદર દોરો પરોવવાનો હતો. આદિત્ય અને આલિયાએ ચેલેન્જ તો સ્વીકારી હતી પણ માત્ર આલિયા જ આ ચેલેન્જ પુરી કરી શકી હતી. આલિયા પછી કરણ જોહરને આ ચેલેન્જ પુરી કરવાની ચેલેન્જ આપી અને પછી એમાં બોયફ્રેન્ડ રણબીરને પણ શામેલ કરવાની તાકીદ કરી હતી. 

— Alia Bhatt (@aliaa08) September 19, 2018

રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી એટલે આ ટાસ્ક કરણ જોહરને સોંપવામાં આવ્યો હતો. આ ટાસ્કમાં કરણ જોહર નાપાસ થયો પણ રણબીર કપૂર પાસ થઈ ગયો છે.

 

— BollywoodLife (@bollywood_life) September 19, 2018

રણબીરે આ ચેલેન્જ પાસ કરી લીધી એ પછી તેણે એના માટે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને નોમિનેટ કર્યા છે. નોંધનીય છે કે વરૂણ ધવન અને અનુષ્કા શર્માની આગામી ફિલ્મના પ્રમોશન માટે આ કિમિયો ભારે કારગર સાબિત થઈ રહ્યો છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news