આ અભિનેતા ઈલિયાનાના 'બેલી બટન' પર થઈ ગયો હતો ફિદા, એવું બોલ્યો કે અભિનેત્રી શરમાઈ ગઈ

જેના પર રિએક્ટ કરતા પ્રિયંકાએ હસતાં હસતાં કહ્યું કે આ એવી પ્રશંસા છે જે તમને ક્યારેય નહીં મળે. અભિનેતાની આ વાતો સાંભળીને ઈલિયાના થોડી અસહજ જોવા મળી રહી હતી. થોડીવાર બાદ તેણે જવાબ આપ્યો, થેંક્યુ. અત્રે જણાવવાનું કે ઈલિયાના બોલીવુડમાં આવતા પહેલા સાઉથની ફિલ્મોમાં ખુબ નામ કમાઈ ચૂકી છે અને તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. 

આ અભિનેતા ઈલિયાનાના 'બેલી બટન' પર થઈ ગયો હતો ફિદા, એવું બોલ્યો કે અભિનેત્રી શરમાઈ ગઈ

Ranbir Compliment Ileana D'Cruz Belly Button: બોલીવુડનો શમશેરા રણબીર કપૂર અવારનવાર કોઈ ને કોઈ કારણસર ચર્ચાનો વિષય બની રહે છે. ખાસ કરીને પોતાના સહકલાકારો વિશે આપેલા નિવેદનને લઈને છવાયેલો રહે છે. સોશિયલ મીડિયા ઉપર પણ ફેન્સ તેના જૂના નિવેદનોને લઈને ટ્રોલ કરતા રહે છે. આ બધા વચ્ચે રણબીર કપૂરની કો સ્ટાર ઈલિયાના ડીક્રૂઝે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તે માતા બનવાની છે. આવામાં 2013માં આવેલી રણબીર કપૂર અને ઈલિયાના ડીક્રૂઝની ફિલ્મ બરફીના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે ઈલિયાના વિશે કઈક એવું કહ્યું હતું કે અભિનેત્રી શરમથી લાલ ચોળ થઈ ગઈ એટલે કે તે થોડીવાર માટે આઘાતમાં સરી પડી હતી. હકીકતમાં આ દરમિયાન રણબીર કપૂરે ઈલિયાના ડીક્રૂઝના બેલી બટનનો ઉલ્લેખ કર્યો હતો. અને તે વખતે પ્રિયંકા ચોપડા પણ હાજર હતી. 

ઈલિયાનાના  બેલી બટન પર ફિદા રણબીર
રણબીર કપૂર, ઈલિયાના ડીક્રૂઝ અને પ્રિયંકા ચોપડાએ બરફી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર કહે છે કે જ્યારે હું એક જગ્યાએ ગયો અને ત્યાં તમામ સાઉથની ચેનલો આવતી હતી તે વખતે મે ઈલિયાનાને વધુ જોઈ હતી. તમામ ચેનલો ફક્ત ઇલિયાનાને જોઈ રહી હતી. હું કોઈ પણ ચેનલ લગાવતો હતો તો તે ડાન્સ કરતી જોવા મળતી હતી. મે પહેલીવાર ઈલિયાનાનું બેલી બટન જોયું. હું અમેઝ રહી ગયો. ત્યારબાદ રણબીરે ઈલિયાના તરફ વળીને કહ્યું કે મે આ પહેલા આટલું ખુબસુરત બેલી બટન જોયુ નથી.

રણબીરની વાતો સાંભળી ચોંકી ગઈ ઈલિયાના
રણબીર કપૂરે આગળ કહ્યું કે તમારું બેલી બટન ખુબસુરત છે તે તમને ખબર હોવી જોઈએ. જેના પર રિએક્ટ કરતા પ્રિયંકાએ હસતાં હસતાં કહ્યું કે આ એવી પ્રશંસા છે જે તમને ક્યારેય નહીં મળે. રણબીરની આ વાતો સાંભળીને ઈલિયાના થોડી અસહજ જોવા મળી રહી હતી. થોડીવાર બાદ તેણે જવાબ આપ્યો, થેંક્યુ. અત્રે જણાવવાનું કે ઈલિયાના બોલીવુડમાં આવતા પહેલા સાઉથની ફિલ્મોમાં ખુબ નામ કમાઈ ચૂકી છે અને તેણે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. 

માતા બનવાની છે ઈલિયાના
બીજી બાજુ ઈલિયાનાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક ખુબ શોકિંગ સમાચાર આપતા કહ્યું કે તે જલદી માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી. પહેલી તસવીર એક ટીશર્ટની છે જેમાં લખ્યું છે કે એડવેન્ચર શરૂ થઈ રહ્યું છે. બીજા ફોટામાં એક પેન્ડેન્ટ જોવા મળી રહ્યું છે. જેમાં 'મમા' લખ્યું છે. આ પોસ્ટની કેપ્શનમાં ઈલિયાનાએ લખ્યું છે કે બહુ જલદી, તમને મળવાની માટે ઈન્તેજાર કરી શકતી નથી લિટલ ડાર્લિંગ્સ, જો કે હજુ સુધી તેણે જણાવ્યું નથી કે બાળકનો પિતા કોણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news