લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ! પત્નીને કઢંગી હાલતમાં જોઈ જોતા પતિએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું!

અગાઉ પણ પત્નીને લાક્ષ્મણ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયેલા વિક્રમે ગત રાત્રે પોતાના ઉપરનો કાબુ ગુમાવતાં લક્ષ્મણ રાઠવાનું ઢીમ ઢાળી દઇ કિસ્સો જ પતાવી દીધો હતો.

લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ! પત્નીને કઢંગી હાલતમાં જોઈ જોતા પતિએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું!

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: લગ્નેતર સંબંધોનો અંત હંમેશા કરુણ અને ખોફનાક જ આવતો હોય છે. આવું જ કંઈક બન્યું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અંતરિયાળ એવા બાકરોલ વસાહત ગામમાં જ્યાં પતિને પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધની જાણ થતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું!

કાલોલ તાલુકાના બાકરોલ સ્થિત નેવરિયા નર્મદા વસાહત વિસ્તાર નજીક સજ્જનસિંહ નરપતસિંહ પોતાનું નવું મકાન બનાવી રહ્યા છે. ત્યાં બાંધકામનું કામ ઘોઘંબા તાલુકાના કાલસર ગામના કડીયા કામ કરતાં રાઠવા વિક્રમ મેઘજીભાઈએ રાખ્યું હતું. તેને વધુ એક મિસ્ત્રીની જરૂર હોય પોતાની સાથે કડિયાકામ કરવા માટે ઘોઘંબા તાલુકાના જ નાથપુરા ગામના રાઠવા લક્ષ્મણ નારસિંગભાઈને પણ તેડી લાવ્યો હતો. મકાનનું બાંધકામ ઉચ્ચક રાખેલું હોવાથી બંને મકાનની સાઇટ નજીક જ તંબુ તાણી રહેતા હતા. વિક્રમ રાઠવા પોતાની પત્ની અને ત્રણ છોકરાં સાથે રહેતો હતો અને આધેડ વયના લક્ષ્મણ રાઠવા પોતે એકલાં જ અલગ તંબુમાં રહેતા હતા. 

ગત રાત્રે સાંજના સાડા આઠેક વાગ્યાના સુમારે વિક્રમ મેઘજીભાઈ રાઠવાએ તેની પત્નીને મકાન બહારના ભાગમાં લક્ષ્મણ રાઠવા સાથે કઢંગી હાલતમાં જોતાં વિક્રમ રાઠવાના મનમાં પોતાની પત્નીના લક્ષ્મણ સાથે આડા સબંધ હોવાનો જાણ થઈ હતી. આ બાબતે વિક્રમ અને લક્ષ્મણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમયે ઉશ્કેરાયેલા વિક્રમ મેઘજીભાઈ રાઠવાએ ત્યાં મકાન બાંધકામના સળીયા વાળવાં વપરાતી લોખંડની નરાસ લક્ષ્મણના માથામાં ફટકારી તેનું ત્યાં જ ઢીમ ઢાળી દીધું હતું. અને પત્ની સાથે આડા સંબંધો બાબતે બોલાચાલી કરી લક્ષ્મણ ની હત્યા કરી વિક્રમ ઘટના સ્થળ થી ભાગી છૂટ્યો હતો. 

આ સમગ્ર ઘટના અંગે આરોપીની પત્નીએ શક્તિપુરા પંચાયતના સરપંચને જાણ કરતાં સરપંચે કાલોલ પોલીસ અને મૃતકના સગાઓને જાણ કરતા કાલોલ પોલીસના અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 

કાલોલ પોલીસે ઘટનાસ્થળે એફએસએલ મદદથી પંચકયાસ સહિતની તપાસ અને વિક્રમ રાઠવાની પત્નીની પુછપરછને અંતે લોખંડની નરાસ ફટકારીને ફરાર થઈ ગયેલા આરોપી વિક્રમ મેઘજીભાઈ રાઠવા વિરુદ્ધ આઇપીસી 302 મુજબ હત્યાનો ગુન્હો નોંધી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા હતા.જો કે ગણતરી ના કલાક માં જ કાલોલ પોલીસે આરોપી વિક્રમ રાઠવા ની ધરપકડ કરી વધુ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, આ સમગ્ર મામલે ચોંકાવનારી વાત તો એ સામે આવી કે આરોપીના પત્નીએ પોલીસને લક્ષ્મણ સાથે આડા સંબંધો હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અગાઉ પણ પત્નીને લાક્ષ્મણ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયેલા વિક્રમે ગત રાત્રે પોતાના ઉપરનો કાબુ ગુમાવતાં લક્ષ્મણ રાઠવાનું ઢીમ ઢાળી દઇ કિસ્સો જ પતાવી દીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news