રામ મંદિરની આ વાત સાંભળી દુખી થયા રામાયણની સીતા, પ્રધાનમંત્રી સામે વ્યક્ત કર્યું મોટું દુખ
Dipika Chikhlia Request To Prime Minister Narendra Modi: રામાયણમાં સીતાનું પાત્ર ભજવનારા દીપિકા ચીખલિયાએ પ્રધાનમંત્રીને કહ્યું, મંદિરમાં રામજીને એકલા ન રાખો
Trending Photos
ayodhya sriram pran pratishtha : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે રામ લલ્લાની મૂર્તિની પસંદગી કરી દેવાઈ છે. દેશના પ્રખ્યાત મૂર્તિકાર અરુણ યોગીરાજની બનાવાયેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. કુલ ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે, જેની માહિતી તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આપી હતી. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેમાં દેશની અનેક નામાંકિત હસ્તીઓ સામેલ થશે. આલિસ્ટમાં રામાનંદ સાગરની રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેત્રી દીપિકા ચીખલિયાનું નામ પણ સામેલ છે. દીપિકા ચીખલિયા પણ ગેસ્ટના લિસ્ટમાં સામેલ છે, તેઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે. પરંતુ તે પહેલા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક અપીલ કરી છે.
આખા દેશ માટે ગૌરવનો દિવસ
22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે આમંત્રણ મળવા પર દીપિકા ચીખલિયાએ આભાર પ્રકટ કર્યો હતો. પરંતુ સાથે જ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ પણ કરી કે, આ દિવસ મારા માટે ઐતિહાસિક બની રહેશે. તે મારા માટે બહુ જ મહત્વનું છે કે, 500 વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યાં છે. તેઓ પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. મારા વિશે બધા જાણે છે કે હું રામભક્ત છું. હું ભગવાન રામમાં વિશ્વાસ રાખું છું. મેં સીરિયલમાં માતા સીતાનું પાત્ર ભજવ્યુ હતું. તેથી આ ક્ષણ મારા માટે ખાસ બની રહેવાની છે. આ દિવસ સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ બની રહેવાનો છે.
તમે આખા દેશના સીતાજી છો
આમંત્રણ મળવા પર દીપિકા ચીખલિયા કહ્યું કે, મને લાગતું ન હતું કે, મને આમંત્રણ મળશે. હુ આ માટે તૈયાર ન હતી. મને જ્યારે આરએસએસની ઓફિસમાંથી ફોન આવ્યો ત્યારે તેમણે મને કહ્યું કે, તમે અમારા માટે, સમગ્ર દેશ માટે સીતાજી છો. તમારું આ કાર્યક્રમમાં હોવુ જરૂરી છે. તેથી અમારા આમંત્રણનો સ્વીકાર કરો. હું આ સાંભળીને બહુ જ ખુશ થઈ ગઈ. મેં તેમને કહ્યું કે, શું તમે મને સીતાજી માનો છો. તો સામેથી જવાબ આવ્યો કે તેમાં કોઈ શંકા નથી.
પ્રધાનમંત્રીને કરી અપીલ
દીપીકિ ચીખલિયાએ આ બાબતે દુખ વ્યક્ત કર્યું કે, ભગવાન રામ સાથે ત્યાં માતા સીતાની મૂર્તિ નહિ લાગે. તેના પર તેમણે કહ્યું કે, મને શરૂઆતથી લાગતુ હતું કે, અહી રામ અને માતા સીતા બંનેની મૂર્તિ લાગશે. પરંતું અહી એવુ નથી. આ વાતનો મને અફસોસ છે. હુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરવા માગુ છું કે, અયોધ્યામાં ભગવાન રામની સાથે માતા સીતાની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવે.
રામજીને એકલા ન રાખો
તેમણે આગળ કહ્યુ કે, ક્યાંક ને ક્યાંક માતા સીતાને મંદિરમા જગ્યા આપવી જોઈએ. ત્યાં એવી તો કોઈ જગ્યા હશે ને કે જ્યાં માતા સીતાને બિરાજમાન કરવામાં આવે. હું રિકવેસ્ટ કરુ છું કે, રામજીને એકલા ન રાખો. હું માનું છું કે અયોધ્યામાં તેમનું બાળ સ્વરૂપ છે. જે બહુ જ પ્રભાવશાળી છે. પરંતુ જો ભગવાન રામની સાથે માતા સીતા બિરાજમાન થશે તો તમામ લોકો બહુ જ ખુશ થશે.
અમદાવાદથી અયોધ્યા જશે પ્રસાદ
અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવા વાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર અયોધ્યામાં રમલલ્લાના મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા નો ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ , વિશાળ નગારું અને અજય બાણ બનાવવા સહભાગી બન્યું છે.. ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવા વાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે.. જેમાં અયોધ્યાની પવિત્ર સરિયું નદીનું પાણી , અક્ષત, સોપારી , રક્ષા પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ 20 હજાર પ્રસાદીના બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના કમલ રાવલને આ સૌભાગ્ય મળતાં તેઓ વડાપ્રધાનનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે.. મહત્વ નું છે કે 22 જાન્યુઆરીના દિવસે આયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિંદુ ગર્વની લાગણી અનુભવે છે ત્યારે અમદાવાદના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે