Chanakya Niti: આ 3 વસ્તુ માટે તમારે ચોક્કસ બનવું જોઈએ 'લાલચું', જલદી બનશો માલામાલ!

જો તમે જીવનમાં સફળ થવા માંગતા હોવ તો આચાર્ય ચાણક્યની કેટલીક એવી વાતો છે જે તમારે ખાસ અનુસરવી જોઈએ. આચાર્ય ચાણક્યની રચના નીતિ શાસ્ત્રમાં સફળ થવા અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે

Chanakya Niti: આ 3 વસ્તુ માટે તમારે ચોક્કસ બનવું જોઈએ 'લાલચું', જલદી બનશો માલામાલ!

જો તમે જીવનમાં સફળ થવા માંગતા હોવ તો આચાર્ય ચાણક્યની કેટલીક એવી વાતો છે જે તમારે ખાસ અનુસરવી જોઈએ. આચાર્ય ચાણક્યની રચના નીતિ શાસ્ત્રમાં સફળ થવા અંગે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. મહાન દાર્શનિક આચાર્ય ચાણક્ય પોતાની રચના નીતિ શાસ્ત્રના સાતમા અધ્યાયના ચોથા શ્લોકમાં કહે છે કે ધર્મપત્ની, ભોજન અને ધન આ ત્રણ ચીજોથી સંતોષ કરવો જોઈએ. સરળ શબ્દોમાં કહીએ તો આ ચીજોથી વ્યક્તિએ સંતોષ માનવો જોઈએ. જ્યારે વિદ્યા, તપ અને દાન પ્રાપ્ત કરવાના હેતુ માટે વ્યક્તિએ લાલચું બનવું જોઈએ. જો તમે તમારા જીવનમાં મહાન બનવા માંગતા હોવ  અને ઈશ્વરના આશીર્વાદ જોઈતા હોય તો આ 3 ચીજો મેળવવા માટે લાલચું જરૂર બનવું જોઈએ. 

1. આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ વિદ્યા મેળવવા માટે લાલચું બનવું જોઈએ. વિદ્યા ગુપ્ત ધન છે જે ક્યારેય ઘટતું નથી, પરંતુ વધતું રહે છે. આ ધનના માધ્યમથી વ્યક્તિ જીવનમાં તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરી શકે છે. માટે વર્ષ 2024માં અભ્યાસની આદત ચોક્કસ પાડો. વિદ્યા મેળવવા હેતુસર ડિજિટલ મોડની જગ્યાએ પુસ્તકોનો સહારો લો. 

2. આચાર્ય ચાણક્ય આગળ કહે છે કે વ્યક્તિએ હંમેશા તપ કરવું જોઈએ. તેમાં કંજૂસાઈ કરવી જોઈએ નહીં. જીવનમાં જેટલું તપ કરશો એટલું ઓછું છે. આ એક એવો માર્ગ છે જેના પર ચાલીને તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો. સત્યને પ્રાપ્ત કરી શકો છો. તમારો ઉદ્ધાર કરી શકો છો. 

3. આચાર્ય ચાણક્ય છેલ્લે કહે છે કે વ્યક્તિએ દાનવીર હોવું જોઈએ. ચિરકાળથી દાન કરવાની પ્રથા રહી છે. રાજા બલિથી લઈને મહાન યોદ્ધા કર્ણે દાનના સહારે ઈશ્વરત્વ પ્રાપ્ત કર્યું હતું. દાન આપવાથી ક્યારેય ધન ઘટતું નથી. આમ કરવાથી ઈશ્વરના આશીર્વાદ પણ મળે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news