શરીરના અડધા અંગો દેખાય તેવા ડ્રેસ સાથે ગ્રેમી એવોર્ડસમાં પહોંચી પ્રિયંકા
Trending Photos
નવી દિલ્હી :બોલિવુડથી હોલિવુડ સ્ટાર બની ચૂકેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને તેના પતિ નિક જોનાસ (Nick Jonas) પોતાની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હવે પ્રિયંકા ચોપરા જોનાસે (Priyanka Chopra Jonas) પોતાના નવા લૂકથી સૌને ચોંકાવ્યા છે. રવિવારે પોતાની પ્રિ-ગ્રેમીઝ પાર્ટી લૂકથી તેણે સૌને ચોંકાવ્યા હતા. તેણે પોતાની અદભૂત તસવીરો શેર કરી છે. જેમાં તે શેમ્પેઈન સાટન બેકલેસ ગાઉન પહેરેલી નજર આવી રહી છે. પ્રિયંકાની આ ફેશન પણ સ્ટાઈલ આઈકોન બની ગઈ છે. ખાસ પોઝવાળી તસવીરો શેર કરીને પ્રિયંકાએ લખ્યું છે, ‘પ્રી-ગ્રેમીઝ....’
...અને બોલવા લાગ્યું તાબૂતમાંથી નીકળેલું 3000 વર્ષ જૂનુ મમી, કળીયુગમાં વિશ્વાસ ન થાય તેવા છે ન્યૂઝ
પ્રિયંકાની આ તસવીર પર કોમેન્ટ્સનો ઢગલો થઈ ગયો છે. પ્રતિક્રીયા આપતા એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે લખ્યું કે, ઓ માઈ ગોડ.... સો હોટ.... અમેરિકન એક્ટ્રેસ હિલેરી ડફે તેને સુંદર ગણાવી. તો તનિષા મુખરજીએ તેના લૂક અને તસવીરના વખાણ કર્યાં.
તમને જાણવુ ગમશે કે, આ વર્ષે 62મો ગ્રેમી એવોર્ડસ સમારોહ યોજાવાનો છે. જે ભારતીય સમય અનુસાર આજે 27 જાન્યુઆરીના રોજ અમેરિકામા આયોજિત કરાયો છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, હાલમાં જ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસના લેટેસ્ટ વીડિયો આલ્બમમાં નજર આવી હતી. આ ઉપરાંત તે રાજકુમાર રાવ સાથેની આગામી ફિલ્મ ‘વ્હાઈટ ટાઈગર’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ સાથે જ જલ્દી જ તે હોલિવુડની એક વેબસીરિઝમાં પણ નજર આવવાની છે. (ઈનપુટ IANS માંથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે