પ્રિયંકાએ લગ્ન માટે બુક કરાવ્યો આ પેલેસ, એક રાતનું ભાડું સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન

પ્રિયંકાની કોસ્ટ્યૂમ ડિઝાઇનર એકતા લાખાણીએ લગ્નનું કાર્ડ અને મિઠાઇ મળ્યા બાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે.

પ્રિયંકાએ લગ્ન માટે બુક કરાવ્યો આ પેલેસ, એક રાતનું ભાડું સાંભળીને પગ નીચેથી ખસી જશે જમીન

નવી દિલ્હી: બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહી છે. લગ્નના વેન્યૂ બાદ હેવ પ્રિયંકા ચોપડાના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. પ્રિયંકાએ તેના મિત્રો અને ટીમને કોર્ડ મોકલવાનું શરૂ કરી દીધું છે. તેની તસવીર પ્રિયંકાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર શેર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રિયંકા ચોપડા મંગેતર નિક જોનસની સાથે એક ડિસેમ્બરે લગ્ન કરવા જઇ રહી છે. પ્રિયંકા તેના લગ્ન ભારતીય પરંપરા અનુસાર, રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં કરશે.

વેન્યૂ ફાઇનલ કર્યા બાદ પ્રિયંકા ચોપડા હાલમાં તેની માતા મધુ ચોપડાની સાથે પેરિસમાં શોપિંગ કરી રહી છે. પ્રિયંકાની કોસ્ટ્યૂમ ડિઝાઇનર એકતા લાખાણીએ લગ્નનું કાર્ડ અને મિઠાઇ મળ્યા બાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યું છે. પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો છે જેમાં તેનો મિત્ર અને ‘ધ સ્કાઇ ઇઝ પિંક’માં પ્રિંયકાનો કો-સ્ટાર રહી ચુકેલા ફરહાન અખતરે લખ્યું છે કે - યે તુમને ક્યોં કિયા.

ભારતીય અને ક્રિશ્ચિયન રીતિ-રિવાઝથી થશે લગ્ન
તમને જણાવી દઇએ કે પ્રિયંકા ચોપડા પાછલા કેટલા દિવસોમાં તેની બેચલર પાર્ટીને લઇ ચર્ચામાં રહી હતી. પ્રિયંકા તેની માતાની સાથે જોધપુરમાં વેન્યૂ પણ ફાઇનલ કરવા પહોંચી હતી. ડેલી મેઇલમાં છપાયેલા એક સમાચારના અનુસાર પ્રિયંકા-નિક જોધપુરના ઉમેદ પેલેસમાં સાત ફેરા લેશે. પ્રિયંકા ભારતીય અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ અનુસાર લગ્ન કરશે. ડેલી મેઇલના અનુસાર, આ પેલેસમાં વેડિંગ વેન્યૂનું ભાડું 60 હજાર ડોલર પર નાઇટ એટલે કે 43,15,500 રૂપિયા છે.

ફાઇનલ થઇ ગયો પ્રિયંકાનો ડ્રેસ
મળી રહેલા સમાચારો અનુસાર પ્રિયંક લગ્નમાં અબુ જાનીની ડિઝાઇનર ડ્રેસ પહેરી શકે છે. ત્યારે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએતો દીપિકાની જેમ પ્રિયંકા પણ સવ્યસાચીની ડિઝાઇન કરેલા જ ડ્રેસ પહેરી શકે છે. આ સાથે ડિઝાઇનર સંદીપ ખોસલાનું નામ પણ સામે આવી રહ્યું છે. પરંતુ પ્રિયંકા કહી ચૂકી છે કે તેનો ડ્રેસ ફાઇનલ થઇ ગયો છે તો વધારે માહિતી માટે અત્યારે રાહ જોવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news