દિગ્ગજ નેતાએ BJP પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસના વડાપ્રધાન જ રામ મંદિર બનાવડાવશે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સી પી જોશીએ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પર રામ મંદિર મુદ્દે રાજકારણ રમવાનો આરોપ લગાવતા એક મોટું નિવેદન આપ્યું છે.

દિગ્ગજ નેતાએ BJP પર સાધ્યું નિશાન, કહ્યું- કોંગ્રેસના વડાપ્રધાન જ રામ મંદિર બનાવડાવશે

જયપુર: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સી પી જોશીએ એક કાર્યક્રમ દરમિયાન ભાજપ પર રામ મંદિર મુદ્દે રાજકારણ રમવાનો આરોપ લગાવતા એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ ફક્ત ચૂંટણી સમયે જ રામને યાદ કરે છે અને હાલ તેના ટાઈટલનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. 

હકીકતમાં મંગળવારે એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા સી પી જોશીએ કહ્યું કે ભાજપ રામ મંદિરનું નિર્માણ કરાવી શકશે નહીં. રામ મંદિરનું નિર્માણ કોંગ્રેસ કે કોંગ્રેસના વડાપ્રધાન જ કરાવશે. તેમણે કહ્યું કે વર્ષ 1985માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ જ તે વિવાદાસ્પદ પરિસરનું તાળું ખોલાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. સી પી જોશીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જ તાળું ખોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ બોલ્યા કે રામ મંદિર પણ કોંગ્રેસ પાર્ટી કે કોંગ્રેસના વડાપ્રધાન બનાવડાવશે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપ આમ કરી શકે તેમ નથી, તે ફક્ત મત માંગી શકે છે. તેઓ બોલ્યાં કે અમે આજે કહી રહ્યાં છીએ કે ટાઈટલનો ચુકાદો આવવા દો, સિવિલ સૂટનો કેસ ચાલી રહ્યો છે. જ્યાં સુધી સિવિલ સૂટનો ચુકાદો ન આવે ત્યાં સુધી વડાપ્રધાન શું કરી શકે.

અત્રે જણાવવાનું કે 7 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી છે. જેમાં ડો. સી પી જોશી ઉદયપુરની નાથદ્વારા બેઠકથી ચૂંટણી લડી રહ્યાં છે. નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર થયા પહેલા એવા અહેવાલો હતાં કે સચિન પાયલટ અને તેમના વચ્ચે કેટલાક નામોને લઈને અણબનાવ થયો હતો. જો કે ત્યારબાદ બંને દ્વારા સહમતિ સાથે ઉમેદવારોની યાદી જાહેર કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news