પ્રિયા પ્રકાશે સીનૂ સિદ્ધાર્થ સાથે શેર કર્યો રોમેન્ટિક Video, ફેન્સે કહ્યું- 'આમ કરશો નહી'

પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયાની સૌથી ચર્ચિત સેલિબ્રિટીમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેમની દરેક એક્ટિવિટી પર બારીકાઇથી નજર રાખે છે. પ્રિયાએ પોતાના ઇન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સિનેમેટોગ્રાફર સીનૂ સિદ્ધાર્થની સાથે જોવા મળી રહી છે. 

પ્રિયા પ્રકાશે સીનૂ સિદ્ધાર્થ સાથે શેર કર્યો રોમેન્ટિક Video, ફેન્સે કહ્યું- 'આમ કરશો નહી'

નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વોરિયર સોશિયલ મીડિયાની સૌથી ચર્ચિત સેલિબ્રિટીમાંથી એક છે. પ્રિયાના ફેન્સ તેમની દરેક એક્ટિવિટી પર બારીકાઇથી નજર રાખે છે. પ્રિયાએ પોતાના ઇન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સિનેમેટોગ્રાફર સીનૂ સિદ્ધાર્થની સાથે જોવા મળી રહી છે. પ્રિયાનો આ વીડિયો ખૂબ જ રોમેન્ટિક છે અને તેને પોસ્ટ કર્યા બાદથી અભિનેત્રીના ફેન્સ ખૂબ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે સોશિયલ મીડિયા સેંસશન પ્રિયા વોરિયર પોતાના બોલીવુડ ડેબ્યૂને લઇને ખૂબ એક્સાઇડેટ છે. પ્રિયા હાલમાં પોતાની ફિલ્મ 'શ્રીદેવી બંગલો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 

પ્રિયાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતાં લખ્યું કે સ્પેશિયલ મોમેંટ મારા ફેવરેટ સીનૂ સિદ્ધાર્થ સાથે. પ્રિયાના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. તો બીજી તરફ પ્રિયાના ફેન્સ કોમેન્ટ કરીને તેમને આ પ્રકારના વીડિયો અપલોડ ન કરવા માટે કહી રહ્યા છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું કે પ્રિયા આમ ન કરીશ હું મરી જઇશ.

A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) on

વાયરલ થયો ફિલ્મનો વીડિયો
તમને જણાવી દઇએ કે પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની પહેલી ફિલ્મ મલયાલમ ફિલ્મ 'ઉર ઉદાર લવ'નું એક ગીત સુપરહિટ થઇ ગયું હતું. આ ગીતમાં તે પોતાના કો-સ્ટારને આંખો વડે ગોળી મારતાં જોવા મળી રહી છે. આ ક્લિપ તેમના એક ગીતના સીનમાંથી લેવામાં આવી છે. 'ઉર ઉદાર લવ' એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જે વર્ષ 2018માં રિલીઝ થઇ હતી. પ્રિયા પોતાના બોલીવુડ ડેબ્યૂ લેટ એક્ટ્રેસ શ્રીદેવીની જીંદગી પર બનેલી ફિલ્મ 'શ્રીદેવી બંગલો' કરી રહી છે. તેનું નિર્દેશન સાઉથના જાણિતા ડાયરેક્ટર પ્રશાંત મામ્બુલીએ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news