દાઉદ ઇબ્રાહિમને લઇને ભત્રીજાએ કર્યો મોટો પર્દાફાશ, આજે પણ ભારત કરે છે ફોન...

ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છુપાયો હોવાનો ચોંકાવનારો સામે આવ્યો છે. દાઉદના ભત્રીજાએ જ આ પર્દાફાશ કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ખુલાસાને પગલે વધુ એકવાર પાકિસ્તાન જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. 

દાઉદ ઇબ્રાહિમને લઇને ભત્રીજાએ કર્યો મોટો પર્દાફાશ, આજે પણ ભારત કરે છે ફોન...

નવી દિલ્હી : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ કાસકરના ભત્રીજા રિજવાન કાસકરે દાઉદને લઇને મોટો ખુલાસો કર્યો છે. ભારતીય ગુપ્ત એજન્સીઓના અધિકારીઓ દ્વારા કરાયેલી પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રિજવાનના જણાવ્યા અનુસાર દાઉદ હજુ પણ પાકિસ્તાનમાં જ છે જેને લઇને પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. 

રિજવાન કાસકરે તપાસ એજન્સીઓને જણાવ્યું કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છુપાયેલો છે. દાઉદ ઇબ્રાહિમના પાકિસ્તાની આર્મી અને પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઇએસઆઇના ઉચ્ચ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો છે. સાથોસાથ તેણે એ પણ જણાવ્યું છે કે દાઉદની હાઇ સિક્યોરિટીમાં આઇએસઆઇ, પાકિસ્તાની આર્મીના કમાન્ડો અને પ્રાઇવેટ સિક્યોરિટી ગાર્ડ્સ પણ સામેલ છે. 

રિજવાને જણાવ્યું કે, દાઉદની પત્ની મેહજબીન મુંબઇમાં પોતાના સંબંધીઓ સાથે આજે પણ સુરક્ષિત ટેલીફોન લાઇન પર વાતચીત કરતી રહે છે. 

પુછપરછમાં ગુપ્ત એજન્સીઓને એ પણ જાણવા મળ્યું કે, જૈશ એ મોહમ્મદ, હિજબુલ મુજાહિદ્દીન અને લશ્કર એ તોયબા જેવા આતંકી સંગઠનોના આકાઓ સાથે પણ દાઉદ સંપર્કમાં છે. દરમિયાન દાઉદના ભત્રીજા રિજવાને દાઉદની એક તસ્વીર પણ બતાવી છે. આ ઉપરાંત રિજવાને એ પણ સ્વીકાર્યું કે દાઉદની આ લેટેસ્ટ તસ્વીર પૈકીની એક છે. આ તસ્વીર અંદાજે 4-5 વર્ષ જુની છે. ઝી મીડિયા પહેલા પણ દાઉદની આ તસ્વીર દર્શાવી ચૂક્યું છે. 

રિજવાન કાસકર દાઉદના ભાઇ ઇકબાલ કાસકરનો પુત્ર છે. તે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલની કસ્ટડીમાં છે. ઇકબાલ કાસકરની મુંબઇ નજીકના થાણેના એક એક્સટોર્શનના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news