Nia Sharma ને યૂઝર્સે કહ્યું 'Shameless', અભિનેત્રીએ રૂમાલ જેટલું ટોપ પહેરી મોઢા બંધ કર્યા, જુઓ Video

નિયા શર્માનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ પસંદ છે અને ફેન્સ તેના લૂક અને સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. 

Nia Sharma ને યૂઝર્સે કહ્યું 'Shameless', અભિનેત્રીએ રૂમાલ જેટલું ટોપ પહેરી મોઢા બંધ કર્યા, જુઓ Video

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી નિયા શર્મા છાશવારે ચર્ચામાં રહેતી હોય છે. તે પોતાના ફેન્સ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. નિયા શર્મા પોતાના સ્ટાઈલિશ અને બોલ્ડ અંદાજ માટે જાણીતી છે અને તે પોતાના આ અંદાજને અવારનવાર પોતાની તસવીરો-વીડિયોના માધ્યમથી ફેન્સની સામે પણ રજુ કરે છે. નિયા શર્માનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ પસંદ છે અને ફેન્સ તેના લૂક અને સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. 

નિયાએ ફરી દેખાડી બોલ્ડનેસ
નિયા શર્મા ક્યારેક બિકિનીમાં તો ક્યારેક યુનિક મેકઅપ અને ફેશન માટે ચર્ચમા રહેતી હોય છે. હાલમાં જ નિયાએ બ્લેક કલરના બેકલેસ ટોપમાં એક વીડિયો શેર કર્યો હતો. જેને લઈને તેને ખુબ ટ્રોલ કરવામાં આવી. હવે નિયાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. નિયાએ પોતાના તે જ બેકલેસ બ્લેક ટોપમાં એક વીડિયો  બનાવ્યો જેમાં નિયાનો હસીન અંદાજ જોવા મળે છે. તેણે કેપ્શનમા લખ્યું કે બેકલેસ પહેરતી વખતે બેદરકાર ન બનો. આ સાથે જ યૂઝર્સની ભદ્દી કોમેન્ટ પણ નિયાએ મેન્શન કરી છે. 

નિયાએ ટ્રોલર્સના મોઢા બંધ કર્યા
નિયા શર્માના આ બોલ્ડ વીડિયો પાછળ એક સંદેશ પણ હતો પોતાને ટ્રોલ કરનારા લોકો માટે. તેણે પોતાના જવાબથી ટ્રોલર્સના મોઢા બંધ કરી દીધા. નિયાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે બ્લેકલેસ પહેરવામાં બેદરકારી ન વર્તો. ....(આ પણ ઉતારી દે, નંગી, કપડા નથી કે શું, શેમલેસ કહેનારા માટે) નિયાએ આ વીડિયોમાં બ્લેક જીન્સ સાથે બ્લેક હેંકરચિફ ટોપ પહેર્યું છે. આ આઉટફિટમાં તેણે અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા જે ખુબ વાયરલ પણ થયા. તેને લઈને નિયાને ટ્રોલ પણ કરવામાં આવી. જેનો આજે તેણે જવાબ આપ્યો છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nia Sharma (@niasharma90)

અત્રે જણાવવાનું કે નિયાએ થોડા દિવસ પહેલા જ પોતાના મિત્ર સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમામં નિયા બ્લેક બેકલેસ ટોપ અને મેચિંગ પેન્ટ્સ પહેરેલી જોવા મળી હતી. તેના આ વીડિયોમાં કેટલાક લોકોએ તેને ગોર્જિયસ જણાવી તો કેટલાકે નિયાને આડે હાથ લીધી. એક યૂઝરે લખ્યું કે તું આ પ્રકારના કપડા કેમ પહેરે છે...જો પહેરવા માટે કપડા ન હોય તો આ પણ ઉતારી દો. એક યૂઝરે લખ્યું કે ખુબ જ ખરાબ ડ્રેસિંગ સેન્સ. અન્ય એક યૂઝરે લખ્યું 'શરમ નથી આવતી'. એક યૂઝરે તો લાંબી કોમેન્ટ કરી હતી. તેણે લખ્યુંકે 'આ ખુબ શેમલેસ એક્ટર છે. હકીકતમાં તેને ખબર જ નથી તે શું કરી રહી છે. તે બસ ખરાબ એક્ટિંગ ફેલાવી રહી છે. કોઈ ડ્રેસિંગ સેન્સ નથી. આવા દેખાવવા માટે કઈ પણ પહેરી લો બસ. તેમનું શું છે નવી જનરેશનને ખરાબ કરશે આ લોકો.' તેની આગળ પણ યૂઝરે નિયાને ઘણું કહ્યું. 

આ કોમેન્ટ્સ બાદ હવે નિયાએ તેમની જ ભાષામાં ઉલ્ટા જવાબ આપી દીધા છે. તેણે ટ્રોલ કરનારાઓને તેમની કોમેન્ટ સાથે પોતાનું રિએક્શન પણ આપ્યું છે. 

જમાઈ રાજા 2.0માં જોવા મળી હતી
નિયા શર્મા પોતાની બોલ્ડ અદાઓના કારણે ચર્ચમાં રહે છે. અભિનેત્રીને સીરિયલ જમાઈ રાજાથી ખુબ લોકપ્રિયતા મળી. આ  અગાઉ તે 'એક હજારોમે મેરી બહેના હૈ'માં જોવા મળી હતી.  બંને શો લોકોએ ખુબ પસંદ કર્યા હતા. હાલમાં જ તેની વેબ સિરીઝ જમાઈ રાજા 2.0 આવી. જેમાં તેણે અનેક બોલ્ડ દ્રશ્યો આપ્યા હતા. તે સ્ટંટ રિયાલિટી શો ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news