Thriller Movies: થ્રિલર ફિલ્મ જોવાનો શોખ હોય તો જોઈ નાખો આ 5 ફિલ્મો, ભુલી જશો વિજય સેતુપતિની મહારાજા ફિલ્મ
Must Watch Thriller Movies: જો તમને પણ થ્રિલર ફિલ્મો જોવાનો શોખ હોય તો ઓટીટી પ્લેટફોર્મ પર ઉપલબ્ધ આ 5 ફિલ્મો તમારે જોવી જ જોઈએ. આ 5 ફિલ્મો એટલી દમદાર છે કે તમે વિજય સેતુપતિની મહારાજા ફિલ્મ ભુલી જશો.
Trending Photos
Must Watch Thriller Movies: વર્ષ 2024માં રિલીઝ થયેલી વિજય સેતુપતિની ફિલ્મ મહારાજા લોકોને ખૂબ જ પસંદ પડી હતી. આ એક્શન થ્રીલર ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કર્યું હતું અને પછી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ફિલ્મ રિલીઝ થઈ. આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી હતી. જો તમને પણ મહારાજા જેવી જ એક્શન થ્રિલર ફિલ્મો જોવાનો શોખ હોય તો નેટફ્લિક્સ પર જ પાંચ એવી ફિલ્મો છે જે તમને ચોક્કસથી ગમશે. જે લોકો એક્શન થ્રિલર મુવી જોવાનું પસંદ કરતા હોય તેમણે આ 5 ફિલ્મ એકવાર તો જોવી જ જોઈએ.
ધ ટ્રીપ
વર્ષ 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ ધ ટ્રિપ એકશન હોરર ફિલ્મ છે. જેમાં એક્સેલ હેની અને નૂમી રેપેસ મુખ્ય ભુમિકામાં છે. જેમાં એક કપલ વીકેંડ માટે પોતાના ઘરે જાય છે અને ત્યાં એકબીજાની હત્યા કરવાનો પ્લાન બનાવે છે. ત્યારપછી જે ટ્વીસ્ટ આવે છે જે તમારા હોશ ઉડાવી દેશે.
લીવ ધ વર્લ્ડ બિહાઈંડ
વર્ષ 2023 માં આ ફિલ્મ રિલીઝ થઈ છે. ફિલ્મમાં જૂલિયા રોબર્ટ્સ સહિતના કલાકારો છે. ફિલ્મ એક પરીવારની વાર્તા છે જેમાં તેઓ એક આલીશાન ઘરમાં રહેવા જાય છે. પરંતુ જ્યારે એક સાઈબર હુમલામાં તેના ડિવાઈસ નષ્ટ થઈ જાય છે અને પછી જે થાય છે તે જોવા જેવું છે.
ધ ડિક્લાઈન
ધ ડિક્લાઈન વર્ષ 2020 માં આવેલી એક એકશન થ્રિલર ફિલ્મ છે. ફિલ્મમાં જોવા મળે છે કે એક વ્યક્તિ અન્ય લોકોને મુશ્કેલીમાં કેવી રીતે જીવવું તે શિખવાડે છે. ત્યારબાદ તે એક કેમ્પનું આયોજન કરે છે. પરંતુ કેમ્પમાં જે થાય છે તે જો જોઈને તમે પણ ચક્કર ખાઈ જશો.
હોલ્ડ ધ ડાર્ક
વર્ષ 2018 ની આ ફિલ્મ સૌથી બેસ્ટ છે. અલાસ્કાની ભયંકર ઠંડીમાં એક પ્રકૃતિવાદી શિયાળાનો શિકાર કરે છે. પછી જે થાય છે તે ખતરનાક છે.
કૈલિબર
વર્ષ 2018 ની જ આ ફિલ્મ છે જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી. ફિલ્મમાં બે યુવકો શિકાર પર જાય છે. પછી તેમની સાથે જે કંઈ બને છે તે જોઈને તમે પણ ધ્રુજી જશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે