Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું ? ટ્રાય કરો આ 5 રીત, તમારી દરેક વાત માનશે બાળક

Parenting Tips: ઘણા બાળકો એવા પણ હોય છે જે માતાપિતાની કોઈપણ વાત માનતા ન હોય. દરેક વાતમાં તે જીદ કરે છે. આવા બાળકને વાત માનતું કરવા માટે આ 5 ટીપ્સ ફોલો કરી શકાય છે.

Parenting Tips: બાળક વાત ન માને તો શું કરવું ? ટ્રાય કરો આ 5 રીત, તમારી દરેક વાત માનશે બાળક

Parenting Tips: કોઈપણ બાળક આજ્ઞાકારી હોતું નથી. તે પોતાની વાત મનાવવા માટે જીદ કરે જ છે. બાળકને વાત માનતું કરવું હોય તો માતાપિતાએ જ કેટલાક જરૂરી પગલા ભરવા જોઈએ. માતાપિતા જો બાળકને યોગ્ય ઉંમરથી ડીસીપ્લીન શીખવાડે તો બાળક સમજદાર બને છે અને વાત પણ માને છે. આજે તમને જણાવીએ એવી 5 ટીપ્સ વિશે જેને અપનાવશો તો બાળક તમારી સાથે સારો વ્યવહાર કરશે અને વાત પણ માનશે.

બાળકો મોટાભાગે એ વસ્તુઓ ઝડપથી શીખે છે જે તેની નજરની સામે થતી હોય. બાળકનો ઓબ્ઝરવેશન પાવર વધારે હોય છે. તેથી બાળકને સંસ્કારી બનાવવું હોય તો તેની સામે તમારા વર્તનનું પણ ધ્યાન રાખો અને તેની તેની નાની-નાની ભુલને પણ સુધારો.

રોક-ટોક ન કરો

બાળકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે. જો બાળક તમને પ્રશ્નો પુછે કે કંઈક જાણવા માંગે તો તેને રોકવા કે ટોકવા નહીં. જો બાળક ભુલ કરે તો તેને રોકો બાકી કારણ વિના રોક ટોક કરવી નહીં. દરેક વાતમાં બાળકને ટોકશો તો તે વધારે જીદ્દી થશે.

ખરાબ શબ્દો ન બોલો

બાળક તમારી વાત ન માને તો તેની સામે ખરાબ શબ્દો બોલી તેને ખીજાવું નહીં. તમારું ટોક્સિક વર્તન તેના મન પર ખરાબ અસર કરી શકે છે. તેથી બાળકની સામે ગુસ્સા પર કાબુ રાખો.

મારવાને બદલે પ્રેમથી સમજાવો

બાળકને તેની ભુલ પર મારવા કે ખીજાવાને બદલે પ્રેમથી સમજાવો. તેનાથી બાળક પોતાની ભુલ વિશે ઝડપથી સમજશે અને તમારી વાત તેના મનમાં કાયમ માટે રહેશે.

દરેક વાતમાં લેક્ચર આપવું નહીં

બાળક જીદ્દી હોય તો તેને સમજાવવા માટે લાંબુ લેક્ચર આપવું નહીં. આમ કરવાથી તેને તમારી વાતમાં રસ નહીં પડે. તે તમારા લેક્ચરને સીરિયસલી લેશે પણ નહીં. તેથી બાળક ભુલ કરે તો પ્રેમથી સરળ ભાષામાં તેની સાથે ટુંકમાં વાત કરો.

સારી વાતના વખાણ કરો

બાળકની ભુલ પર તેને રોકવું જરૂરી છે એટલું જ જરૂરી છે બાળક સારું કામ કરે તો તેની સરાહના કરવી. તેની અચિવમેંટ પર તેના વખાણ કરો. તેની મહેનતના વખાણ કરો. તો બાળક તમારી કહેલી વાતની વેલ્યુ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news