ટોમ ક્રૂઝની 'Mission Impossible 7' એ પહેલા જ દિવસે Box Office પર મચાવી ધૂમ

Tom Cruise ની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'એ રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મે પહેલા દિવસે જ એવું ધમાકેદાર કલેક્શન કર્યું છે કે તેની સામે વધુ બે ફિલ્મો ધૂળ ખાઈ રહી છે.

Trending Photos

ટોમ ક્રૂઝની 'Mission Impossible 7' એ પહેલા જ દિવસે Box Office પર  મચાવી ધૂમ

Box Office Collection: ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ 7'એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. કાર્તિક આર્યન અને કિયારાની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' અને 'કેરી ઓન 'જટ્ટા 3' 14 દિવસ પછી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી હતી, પરંતુ હવે લાગે છે કે 'મિશન ઈમ્પોસિબલ' આવ્યા બાદ આ ફિલ્મોની ગતિ ધીમી પડી શકે છે.

14માં દિવસે 'સત્ય પ્રેમ કી કથા'નુ સ્ટેટસ
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'એ રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન કર્યું હતું. પરંતુ ધીરે ધીરે ફિલ્મની ગતિ ધીમી પડી અને હાલમાં જ રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મે તેને જબરદસ્ત ટક્કર આપી છે. આ ફિલ્મનું 14મા દિવસનું કલેક્શન આવી ગયું છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. ફિલ્મે 14માં દિવસે માત્ર 1.25 કરોડનું કલેક્શન કર્યું હતું. એટલે કે આ ફિલ્મનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 71.41 કરોડ થઈ ગયું છે, જ્યારે વર્લ્ડ વાઈડ કલેક્શન 100 કરોડને પાર કરી ગયું છે.

No description available.

'કેરી ઓન જટ્ટા 3'નું સ્ટેટસ
બોક્સ ઓફિસ પર 'કેરી ઓન જટ્ટા 3'ની હાલત 14માં દિવસે પણ ખરાબ થઈ ગઈ છે. આ ફિલ્મે 1 કરોડનું કલેક્શન કર્યું હતું. ભારતમાં આ ફિલ્મનું કલેક્શન 38.35 કરોડ હતું અને તેણે વિશ્વભરમાં 60 કરોડથી વધુનુ કલેક્શન કર્યું છે.

'મિશન ઈમ્પોસિબલ 7'નું કલેક્શન 
ટોમ ક્રૂઝની ફિલ્મ 'મિશન ઈમ્પોસિબલ'એ રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો છે. આ ફિલ્મથી અપેક્ષા મુજબ પ્રથમ દિવસનું કલેક્શન પણ એટલું જ ધમાકેદાર છે. ફિલ્મે પહેલા દિવસે 12.50 કરોડનું કલેક્શન કર્યું છે.

આ પણ વાંચો:
દિલ્હીમાં ઝડપથી વધી રહ્યું છે યમુનાનું જળસ્તર, અનેક વિસ્તારોમાં ઘૂસ્યું નદીનું પાણી
Shukra Vakri: વક્રી શુક્ર આ 3 રાશિના લોકોને આપશે બેશુમાર પૈસો, દરેક કાર્યમાં થશે સફળ

આ આગાહી સાચી પડી તો..! ગુજરાત પાસે આવી રહ્યું છે વરસાદી વાદળોનું મોટું ઝૂંડ! શું ફરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news