અર્જુન સાથે લગ્ન ? મલાઇકા કહી બેઠી આવું કંઈક

છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નની ચર્ચા ગાજી રહી છે. રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલના દિવસે બંને ચર્ચ વેડિંગ કરશે. આ લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો શામેલ થશે. અનુપમા ચોપડાના ચેટ શોમાં મલાઇકાએ કહ્યું હતું કે તેના લગ્નમાં અર્જુનના નજીકના મિત્રો રણવીર અને દીપિકા સિવાય તેની ગર્લ ગેંગ પણ શામેલ થશે. પોતાની રિલેશનશીપ વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું હતું કે જો તમને જીવનમાં આગળ વધવાનો એક ચાન્સ મળે તો તમારાથી વધારે લકી કોઈ નથી. 

અર્જુન સાથે લગ્ન ? મલાઇકા કહી બેઠી આવું કંઈક

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નની ચર્ચા ગાજી રહી છે. રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલના દિવસે બંને ચર્ચ વેડિંગ કરશે. આ લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો શામેલ થશે. અનુપમા ચોપડાના ચેટ શોમાં મલાઇકાએ કહ્યું હતું કે તેના લગ્નમાં અર્જુનના નજીકના મિત્રો રણવીર અને દીપિકા સિવાય તેની ગર્લ ગેંગ પણ શામેલ થશે. પોતાની રિલેશનશીપ વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું હતું કે જો તમને જીવનમાં આગળ વધવાનો એક ચાન્સ મળે તો તમારાથી વધારે લકી કોઈ નથી. 

આ ચર્ચા પછી બોની કપૂરે લગ્નના સમાચારને સોઈ ઝાટકીને રદિયો આપ્યો હતો. હવે આ મામલે આખરે મલાઇકાએ મોં ખોલ્યું છે. મલાઇકાએ બોમ્બે ટાઇમ્સને જણાવ્યું છે કે તેના લગ્નના સમાચાર ખોટા છે. હવે બોની અને મલાઇકાની સ્પષ્ટતા પછી લગ્ન માટે અર્જુનનો કોઈ પ્લાન નથી એવી સ્પષ્ટતા થઈ છે. 

મલાઇકાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સેલિબ્રિટીમાં થાય છે. 2017માં મલાઇકાએ અરબાઝ સાથેના 18 વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. મલાઇકાએ એક રેડિયો શોમાં હોસ્ટ કરીનાને જણાવ્યું હતું કે ડિવોર્સ પહેલાં લોકોએ અનેક રીતે મને રિલેશનશીપ બચાવવાની સલાહ આપી હતી પણ મેં મારી ઇચ્છાને માન આપીને ડિવોર્સ લેવાનું પસંદ કર્યું હતું. હવે હું જીવનમાં નવી શરૂઆત કરવા માટે તૈયાર છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news