IPL 2019: ડિ કોક પર ભારે પડી રાહુલની ઈનિંગ, પંજાબે મુંબઈને 8 વિકેટે હરાવ્યું

મોહાલીમાં રમાયેલા મેચમાં કેએલ રાહુલના શાનદાર 71 રનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે 8 વિકેટથી વિજય મેળવ્યો છે. મુંબઈનો આઈપીએલની 12મી સિઝનના  પોતાના ત્રીજા મેચમાં બીજો પરાજય છે
 

IPL 2019: ડિ કોક પર ભારે પડી રાહુલની ઈનિંગ, પંજાબે મુંબઈને 8 વિકેટે હરાવ્યું

મોહાલીઃ મોહાલીમાં રમાયેલા મેચમાં કેએલ રાહુલના શાનદાર 71 રનની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે 8 વિકેટથી વિજય મેળવ્યો છે. મુંબઈનો આઈપીએલની 12મી સિઝનના  પોતાના ત્રીજા મેચમાં બીજો પરાજય છે. 

મુંબઈ ઈન્ડિયન્સના 176 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમે 9 બોલ બાકી રહેતા મેચ પોતાના નામે કરી લીધી હતી. પંજાબ તરફથી રાહુલે 57 બોલમાં 71 રન, ક્રિસ ગેલે 24 બોલમાં 40 અને મયંક અગ્રવાલે 21 બોલમાં 43 અને ડેવિડ મિલરે 15 રન બનાવ્યા હતા. 

ગેલ 24 બોલમાં 40 રન બનાવી આઉટ થયો હતો. તેણે આ દરમિયાન 4 સિક્સ અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. ક્રુણાલ પંડ્યાના બોલ પર સિક્સ મારવાના પ્રયાસમાં બાઉન્ડ્રી પર હાર્દિક પંડ્યાના હાથે કેચઆઉટ થયો હતો. 14મી ઓવરમાં પંજાબને બીજો ઝટકો લાગ્યો હતો. ત્યારે મયંક 43 રન બનાવી આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. 

ડિ કોકે બનાવ્યા ધમાકેદાર 60 રન
મુંબઈને ઓપનિંગ બેટ્સમેન રોહિસ શર્મા (32) અને ક્વિન્ટન ડિ કોકે શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા. હાર્ડસ વિલ્જોને કેપ્ટન રોહિત શર્માને પેવેલિયન મોકલીને પોતાની ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. સૂર્યુકુમાર યાદવ પણ વધુ ક્રીઝ પર ન ટક્યો. તેને 11 રનના વ્યક્તિગત સ્કોરે મુર્ગન અશ્વિને આઉટ કર્યો હતો. 

અહીંથી ડિ કોકે અનુભવી યુવરાજ સિંહ (18)ની સાથે મળીને મુંબઈની ઈનિંગને આગળ વધારી હતી. બંન્ને વચ્ચે થયેલી 58 રનની ભાગીદારીને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ડિ કોકને આઉટ કર્યો હતો. 

ડિ કોકે 39 બોલ પર 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા. ત્યારબાદ યુવરાજને પણ મુર્ગન અશ્વિને પોતાનો શિકાર બનાવ્યો હતો. 

વેસ્ટઈન્ડિઝના આક્રમક બેટ્સમેન કીરોન પોલાર્ડને સાતના વ્યક્તિગત સ્કોર પર એંડ્રયૂ ટાયે આઉટ કર્યો હતો. ત્યારબાદ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક અને ક્રુણાલ પંડ્યાએ મહેમાન ટીમની ઈનિંગને આગળ વધારી હતી. બંન્નેએ ઝડપથી રન બનાવવાનો પ્રયત્ન કર્યો અને ક્રુણાલે પોતાની વિકેટ ગુમાવી હતી. 

વિલોજેને ક્રુણાલને 10ના વ્યક્તિગત સ્કોર પર પોતાનો બીજો શિકાર બનાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ 19 બોલ પર ત્રણ ચોગ્ગા અને એક સિક્સની મદદથી 31 રનનું યોગદાન આપ્યું હતું. મિશેલ મૈક્લૈનેઘન અને મયંક માર્કંન્ડે અણનમ રહ્યાં હતા. પંજાબ તરફથી શમી, હાર્ડસ વિલ્જોન અને મુર્ગન અશ્વિને બે-બે તથા એંડ્રયૂ ટાયે એક વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news