'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી

દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે. 

'મલંગ'નું ટાઇટલ ટ્રેક રિલીઝ, જોવા મળી દિશા પટણી અને આદિત્ય રોય કપૂરની રોમેન્ટિક કેમેસ્ટ્રી

નવી દિલ્હી: દિશા પટણી (Disha Patani) અને આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur)ની જોડીવાળી આગામી ફિલ્મ 'મલંગ'નું ટાઇટલ ટ્રેક (Malang title track) રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત આજે જ થોડીવાર પહેલાં જ રિલીઝ થયું છે આ ગીતમાં જ્યાં દિશા અને આદિત્યનો રોમાન્સ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગીતના સૂફી શબ્દો જોરદાર રીતે એક્ટ્રેક્ટ કરી રહ્યા છે. 

ગીતના વીડિયોમાં જ્યાં પબ અને ગોવાના સનબર્ન ફેસ્ટની ઝલક જોવા મળી રહી છે તો બીજી તરફ ફિલ્મની કહાની પર આ વીડિયોમાં જોવા મળી રહી છે. આ ગીતના લિરિક્સ કુણાલ વર્મા અને હર્ષ લિંબાચિયાએ લખ્યા છે. જુઓ આ VIDEO...

આ ગીતનો વીડિયો જોઇને તમે ફરી એકવાર આ ફિલ્મને રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોશો. મલંગના આ સોન્ગનું બેકગ્રાઉન્ડ ગોવા બેસ્ડ છે. આ ગીતનું મ્યૂઝિક વેદ શર્માનું છે સાથે જ તેમણે આ ગીત પોતાના સુંદર સૂફિયાના અવાજમાં ગાયું છે. 

7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થનાર આ ફિલ્મ મોરીશસ, ગોવા અને મુંબઇના કેટલાક ભાગમાં શૂટ કરવામાં આવી છે. ફિલ્મનું ટ્રેલર જોરદાર સસ્પેંસ અને લવ કેમેસ્ટ્રી છે. ફિલ્મના ડાયરેક્ટર મોહિત સૂરી છે. આ ફિલ્મનું નિર્માણ ટી-સીરીઝના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ ફિલ્મ્સના લવ રંજન, અંકુર ગર્ગ અને નોર્ધર્ન લાઇટ્સ એન્ટરટેનમેન્ટના જે.શેવક્રમણી દ્વારા કરવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news