પ્રિયંકાએ માર્યો મોટો હાથ, લેટેસ્ટ સમાચાર છે કે...

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી હાલમાં તેમની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાને કામ કરવાની ના પાડી દીધી હતી અને પછી એની સતત ચર્ચા ચાલી રહી હતી. 

Trending Photos

પ્રિયંકાએ માર્યો મોટો હાથ, લેટેસ્ટ સમાચાર છે કે...

મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી હાલમાં તેમની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાને કામ કરવાની ના પાડી દીધી હતી અને પછી એની સતત ચર્ચા ચાલી રહી હતી. મળતી માહિતી પ્રમાણે હવે સંજય તેના ડ્રીમ પ્રોજેક્ટ હીરામંડી પર કામ કરી રહ્યા છે અને એના માટે ફીમેલ લીડ શોધી રહ્યા છે. ચર્ચા પ્રમાણે આ લીડ રોલ માટે પ્રિયંકા ચોપડા ફાઈનલ થઈ ગઈ છે અને એની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. આ ફિલ્મ ગંગુબાઈ નામની મહિલા ડોન પર આધારિત છે. 

સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન ઈન્શાઅલ્લાહમાં ડેઇઝી શાહનું કાસ્ટિંગ કરવામાં માગતો હતો. જોકે સંજય લીલા ભણસાલી આ માટે બિલકુલ તૈયાર નહોતા. આ મુદ્દે તેમની વચ્ચે અંટસ વધી ગઈ અને આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે રિપોર્ટ પ્રમાણે ભલે તેઓ ઈન્શાઅલ્લાહમાં સાથે કામ કરી રહ્યા નથી, પરંતુ તેમના સંબંધોમાં કડવાશ આવી નથી.

બોલિવૂડના અપડેટ્સ પ્રમાણે સલમાન ખાને આ પ્રોજેક્ટમાં કામ ન કરવાનો નિર્ણય લીધા બાદ આ ફિલ્મમાં રણવીર સિંહ તેની જગ્યા લઈ શકે છે. રણવીર અને સંજય લીલા ભણસાલીના સંબંધો બહુ સારા છે. બંનેએ સાથે ગોલિયો કી રાસલીલા રામ-લીલા, બાજીરાવ-મસ્તાની અને પદ્માવત જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news