મેડમ તુસાદમાં શ્રીદેવીઃ 5 મહિનામાં 20 એક્સપર્ટ્સની ટીમે બનાવ્યું મીણનું પુતળું

શ્રીદેવીનો આજે જન્મદિવસ છે અને મેડમ તુસાદ સિંગાપુરે તેને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે
 

મેડમ તુસાદમાં શ્રીદેવીઃ 5 મહિનામાં 20 એક્સપર્ટ્સની ટીમે બનાવ્યું મીણનું પુતળું

સિંગાપોરઃ આજે શ્રીદેવીનો જન્મદિવસ છે. દિવંગત અભિનેત્રીને તેમના પરિજનો, પ્રશંસકો અને બોલિવૂડની સેલિબ્રિટીઝે યાદ કરી છે તો સિંગાપોરના મેડલ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીને વિશેષ અંદાજમાં શ્રદ્ધાંજલિ આપી છે. સિંગાપોરમાં આવેલા મેડમ તુસાદ મ્યુઝિયમે શ્રીદેવીના 56મા જન્મદિવસે તેના મીણના પુતળાને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અભિનેત્રીની યાદમાં મેડમ તુસાદ દ્વારા આ મીણનું પુતળું બનાવાયું છે. 

શ્રીદેવીનું આ મીણનું પુતળું બનાવવા માટે 20 એક્સપર્ટ્સની ટીમે 5 મહિના સુધી કામ કર્યું છે. તેમણે શ્રીદેવીના પરિવાર સાથે મળીને તેના પોઝ, એક્સપ્રેશન, મેકઅપ અને આઈકોનિક આઉટફિટને રીક્રિએટ કરવા માટે સખત મહેનત કરી હતી. શ્રીદેવીનો તાજ, કફ્સ, ઈયરિંગ્સ અને ડ્રેસમાં રહેલી 3D પ્રિન્ટને અનેક ટેસ્ટ પછી તૈયાર કરવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીદેવીનો આ આઈકોનિક લૂક તેની સુપરહિટ ફિલ્મ 'મિસ્ટર ઈન્ડિયા'માં ગાયેલા ગીત 'હવા હવાઈ..'ના લૂકપર તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રેસઅપ, ક્રાઉન, મેકઅપ અને હેર સ્ટાઈલ 'હવા હવાઈ...' ગીતના જેવો જ બનાવાયો છે.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy birthday @sridevi.kapoor ☺ As a tribute to Bollywood icon, we are pleased to announce that we will be launching her wax figure in early September this year! Her figure is one of its kind in the world, and it’s an exclusive addition to Madame Tussauds Singapore! “I am touched that Madame Tussauds is honouring my wife, Sridevi Kapoor, and her work by having her figure immortalised. I, along with my family will be a part of the occasion when the figure is unveiled in Madame Tussauds Singapore at the Ultimate Film Star Experience. We hope this exhibit can be a place for everybody to continue paying their tributes to her.” says Sridevi’s husband Boney Kapoor Indian film producer There will be a special memorial wall where you can leave your tribute messages, and many more! Do not forget to follow us on Facebook, Instagram and Twitter as we release more information in time to come! #MadameTussaudSG #MTSG #SrideviMTSG #Sridevi

A post shared by Madame Tussauds Singapore (@mtssingapore) on

દિશા પટનીએ શેર કર્યો વર્કઆઉટ Video, ફેન્સ બોલ્યા- 'ટાઇગરની અસર છે'

મેડમ તુસાદ સિંગાપોર દ્વારા જાહેરાત કરાઈ છે કે, શ્રીદેવીના પતિ બોની કપૂર, તેની દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપુરની હાજરીમાં આગામી સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં શ્રીદેવીનું આ મીણનું પુતળું લોન્ચ કરવામાં આવશે. 

As a tribute to Bollywood icon, we are pleased to announce that we will be launching her wax figure in early September this year! Her figure is one of its kind in the world, and it’s an exclusive addition to Madame Tussauds Singapore!#Sridevi pic.twitter.com/i7gN3vvGGZ

— Madame Tussauds Singapore (@MTsSingapore) August 13, 2019

મેડલ તુસાદ સિંગાપોરના જનરલ મેનેજર એલ્ક્સ વાર્ડે જણાવ્યું કે, "શ્રીદેવી ભારતીય સિનેમાની આઈકોન છે. તેના વગર મ્યુઝિયમનો ફિલ્મસ્ટાર એક્સપિરિયન્સ ઝોન અધુરો છે. અમને એ વાતનો આનંદ છે કે, મેડમ તુસાદમાં શ્રીદેવીની લીગસીને સ્થાન મળશે."

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news