Lara Dutta: આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણો

Lara Dutta on PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો  કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે. હવે પીએમ મોદીના આ નિવેદન પર અભિનેત્રીએ રિએક્શન પણ આપ્યું છે.

Lara Dutta: આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો  કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે. હવે પીએમ મોદીના આ નિવેદન પર અભિનેત્રીએ રિએક્શન પણ આપ્યું છે. આ બોલીવુડ અભિનેત્રીએ કહ્યું કે દિવસના અંતમાં તમારે તમારી માન્યતાઓ પર કાયમ રહેવું જોઈએ. આ રિએક્શન હાલ લોકોમાં ચર્ચાનું કારણ બન્યું છે. 

શું કહ્યું અભિનેત્રીએ
બોલીવુડ અભિનેત્રી લારા દત્તા હાલ પોતાની રણનીતિ: બાલાકોટ એન્ડ બિયોન્ડ અંગે ખુબ પ્રમોશન કરી રહી છે. આ પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ પીએમ મોદીના આ ભાષણ પર રિએક્શન આપ્યું. લારાએ કહ્યું કે દિવસના અંતે આપણે પણ માણસ છીએ. બધાને દર વખતે ખુશ રાખવા અવિશ્વસનીય રીતે પડકારભર્યું છે.  જો આપણા જેવા જ ટ્રોલિંગથી બાકાત નથી તો દેશના પીએમ પણ નથી. અમે બધા તેને ગંભીરતાથી લઈએ છીએ.  

આ સાથે લારાએ  કહ્યું કે તમે કોઈની નારાજગીથી બચવા માટે મુદ્દાઓથી ભટકી શકો નહીં. અંતમાં તમારે તમારા મૂલ્યો પ્રત્યે સાચા રહેવું જોઈએ. જો તેમનામાં (પીએમ) આમ કરવાની હિંમત હોય તો તેમને શુભેચ્છા. 

જિમી શેરગીલે શું કહ્યું
ઝૂમ ઈન્ટરવ્યુમાં લારા સાથે હાજર રહેલા જિમીએ કહ્યું કે જો તમે આ દેશમાં પેદા થયા છો તો તમે તે દેશભક્તિ સાથે પેદા થયા છો. જો તમે નથી તો તમારે પોતાના પર વાસ્તવિકતાની તપાસ કરવી જોઈએ. 

શું કહ્યું હતું પીએમ મોદી
રાજસ્થાનમાં પીએમ મોદીએ આપેલું નિવેદન સતત વાયરલ થઈ રહ્યું છે. આ રેલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા જ્યારે તેઓ એટલે કે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કહ્યું હતું કે  દેશની સંપત્તિ પર પહેલો હક મુસલમાનોનો છે. તેનો અર્થ એ થયો કે જેમના બાળકો વધારે હશે તેવા ઘૂસણખોરોમાં વહેંચી દેશો. શું તમારી મહેનતની કમાણી ઘૂસણખોરોને આપી દેવી જોઈએ? શું તમે તેની સાથે સહમત છો?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news