100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું

Ideal Temperature For Air Conditioner : અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે ઉનાળાની વધતી ગરમીમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું તે અંગે મહત્વની માહિતી આપી જે તમારે જાણવા જેવી છે. તમને આ વીજળી ખર્ચ તો બચાવશે પણ તમારા માટે ફાયદાકારક પણ રહેશે.
 

100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે ગરમીમાં AC નું ટેમ્પરેચર કેટલું રાખવું

Best AC Temperature : પૃથ્વી પર વધતી ગરમીને પગલે આજે એસી જરૂરી બની ગયું છે. ગરમીનો પારો એટલો બધો વધી ગયો છે કે, પંખો તો કોઈ કામમાં જ આવતો નથી. ત્યારે 100 માંથી 99 ટકા લોકો નથી જાણતા કે, હકીકતમાં એસીનું ટેમ્પરેચર કેટલું રાખવુ જોઈએ. એસીમાં બેસવાના પણ કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો નાહકના લેવાના દેવા થઈ શકે છે. ત્યારે અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે આ અંગે મહત્વની માહિતી આપી છે.  

ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે

ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં ગરમી સતત વધી રહી છે. પહેલા તો માત્ર મે મહિનો જ ગરમી રહેતી હતી, પરંતુ હવે તો માર્ચ મહિનાથી જ ગરમી શરૂ થઈ જાય છે. ગરમીનું પ્રમાણ વધતા એસીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે. પરંતું આ એસીનો વપરાશ માનવો માટે પણ એટલુ જ નુકસાનકારક છે. ત્યારે એર કન્ડિશનનો ઉપયોગ કેટલો અને ક્યારે કરવો જોઈએ તે વિશે  અમદાવાદના સાયન્સ સિટીમાં સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખે મહત્વની માહિતી આપી.

એસી ટેમ્પરેચર વિશે જરૂરી માહિતી
- એસીનું ટેમ્પરેચર 26 થી 28 ડિગ્રી રાખવું હિતાવહ છે. કારણ કે, તેનાથી ઓછું ટેમ્પરેચર રાખશો તો બહાર વધુ ગરમી ફેંકાશે. જે પર્યાવરણ માટે નુકસાનકારક છે
- માઈનસ ડિગ્રીમાંથી ગરમીવાળી જગ્યાઓ પર જાઓ તો તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવામાં હીટસ્ટ્રોક થવાની શક્યતા વધી જાય છે. 
- એસીમાંથી તરત તાપમાં જવાથી હીટસ્ટ્રોક થઈ શકે છે. તેથી ઘર કે કારમાંથી તરત બહાર આવતા પહેલા એસી બંધ કરીને શરીરને થોડો સમય નોર્મલ વાતાવરણમાં સેટ કરો, પછી બહાર નીકળો

- શરીરમાંથી પરસેવો પડવો જરૂરી છે, તેથી એસીને 27 થી 30 ડિગ્રી તાપમાન પર રાખજો તો પરસેવો જરૂર પડશે. 
- એસીમં તરસ ઓછી લાગે છે, જો ટેમ્પરેચર ઓછું રાખશો તો તરસ પણ લાગશે.
- કારમાં એસીનો ઉપયોગ કરતા પહેલા બધા કાચ ખોલીને ગરમ હવા બહાર કાઢી લેવી. ત્યાર બાદ કારમાં 2 મિનિટ ફેન ચલાવો. તેના બાદ એસી ચાલુ કરવું
- કારમાં માઈનસ ડિગ્રીમાં એસી ક્યારેય ચાલુ ન કરવું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news