સલમાન ખાનની આ 'ગર્લફ્રેન્ડ'ને ઓળખી? નામ જાણીને નહીં થાય વિશ્વાસ

લોકોએ આ એક્સ હિરોઇનને સોશિયલ મીડિયામાં ટોણાં માર્યા

સલમાન ખાનની આ 'ગર્લફ્રેન્ડ'ને ઓળખી? નામ જાણીને નહીં થાય વિશ્વાસ

નવી દિલ્હી : બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'વોન્ટેડ'માં એક્ટર સલમાન ખાનની હિરોઇનનો રોલ કરનારી આયેશા ટાકિયાની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. એક સમયે સુપર ક્યુટ લાગતી આ હિરોઇન હવે બહુ જાડી થઈ ગઈ છે. આયેશાના ફિગર વિશે સોશિયલ મીડિયામાં અલગઅલગ પ્રકારની કમેન્ટ્સ થઈ રહી છે. 

ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે આયેશાના લુકની મજાક ઉડાવતા લખ્યું કે તે રાખી સાવંત જેવી લાગી રહી છે. એક વ્યક્તિએ આયેશાને ગરીબોની 'કિમ કાર્દશિયન' ગણાવી છે તો બીજા યુઝરે આયેશાને સલાહ આપતા લખ્યું છે કે તેણે હવે તરત બુરખો પહેરી લેવો જોઈએ જેથી બીજા લોકો ડરી ન જાય. લોકોએ તેની સર્જરીને મોટી ભુલ ગણાવી છે. 

આ પહેલાં પણ આયેશાની તસવીરોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી દીધી હતી. એ સમયે અફવા ઉડી હતી કે આયેશાએ લિપ સર્જરી કરાવી છે અને એના કારણે તેનો લુક બહુ બદલાઈ ગયો છે. જોકે એ સમયે આયેશાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે કોઈ સર્જરી નથી કરાવી અને તેની વાઇરલ થયેલી મોર્ફ થયેલી છે. 

આયેશાએ 2004માં આવેલી ફિલ્મ ''ટારઝન : ધ વંડર કાર''થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તે છેલ્લે 2011માં આવેલી ફિલ્મ ''મોડ''માં જોવા મળી હતી. આયેશાના પિતા ગુજરાતી અને માતા મુસ્લિમ છે. તેણે 2009માં સમાજવાદી પાર્ટીના મુંબઈના ધારાસભ્ય અબુ આઝમીના દીકરા એવા બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. આયેશા અને ફરહાનને એક દીકરો પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news