INDvsWI: રેકોર્ડ બનાવવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડીયા, જાણો ક્યારે-ક્યાં-કેવી રીતે જોશો વિઝાગ વન-ડે
ગુવાહાટીમાં રમાયેલી પાંચ મેચોની સીરીઝની પહેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ટીમે વેસ્ટઇંડીઝે આપેલા 323 રનના ટાર્ગેટને નાનો સાબિત કરી દીધો હતો. ભારતે રોહિત શર્મા (અણનમ 152) અને કોહલી (140)ની સદીની મદદથી 47 બોલ બાકી હતા અને જીત પ્રાપ્ત કરી લીધી હતી.
Trending Photos
વિશાખાપટ્ટનામ: પહેલી મેચમાં આઠ વિકેટથી એકતરફી જીત નોંધાવનાર ભારતીય ક્રિકેટ ટીમ અહીં વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ બુધવારે (24 ઓક્ટોબર) યોજાનાર વન-ડે મેચમાં 2-0થી બઢત પ્રાપ્ત કરવાના ઇરાદે મેદાનમાં ઉતરશે. ગુવાહાટીમાં રમાયેલી પાંચ મેચોની સીરીઝની પહેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીની ટીમે વેસ્ટઇંડીઝે આપેલા 323 રનના ટાર્ગેટને નાનો સાબિત કરી દીધો હતો. ભારતે રોહિત શર્મા (અણનમ 152) અને કોહલી (140)ની સદીની મદદથી 47 બોલ બાકી હતા અને જીત પ્રાપ્ત કરી લીધી હતી.
- ભારત અને વેસ્ટઇંડીઝ વચ્ચે પહેલી વન-ડે મેચ વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાશે.
- મેચ રવિવાર (24 ઓક્ટોબર 2018)ને ભારતીય સમયાનુસાર બપોરે 01:30 વાગે શરૂ થશે.
- મેચનું લાઇવ પ્રસારણ હિંદી માટે સ્ટાર સ્પોર્ટ્સ2 (હિંદી)HD પર જોઇ શકાશે.
- મેચનું લાઇવ પ્રસારન ઇંગ્લિશ માટે -સ્ટાર સ્પોર્ટ્સ2 HD પર જોઇ શકો છો.
- ભારત અને વેસ્ટઇંડીઝની બધી મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઇ શકો છો.
કોહલી પાસે 'દસ હજારી' બનવાની તક
વિરાટ કોહલી પાસે આ મેચમાં 'દસ હજારી' બનવાની તક છે. કોહલી જો બીજી વનડેમાં 81 રન બનાવી લે છે તો તે પોતાના 10,000 રન પુરા કરી લેશે અને સૌથી ઝડપી 10,000 રન બનાવવાના મામલે સચિન તેંડુલકરથી આગળ નિકળી જશે. સચિને 259 ઇનિંગ્સમાં પોતાના 10,000 રન પુરા કર્યા હતા જ્યારે કોહલીએ અત્યાર સુધી 204 ઇનિંગ્સ રમી છે.
ભારતીય બોલરે પહેલી મેચમાં આશા અનુસાર બોલીંગ કરી ન હતી. ચાઇનામેન બોલર કુલદીપ યાદવને બીજી મેચમાં તક મળી શકે છે. કુલદીપને ખલીલ અહમદના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
બીજી તરફ, વેસ્ટઇંડીઝની ટીમ પોતાના સ્ટાર બેટ્સમેન માર્લન સૈમુઅલ્સ પાસેથી ઘણી આશાઓ રહેશે, જે પહેલી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બોલર મહેમાન ટીમને કેમાર રોચ પહેલાં સારા પ્રદર્શનની આશા રહેશે જેમને પહેલી સાત મેચમાં સાત ઓવરમાં 52 રન આપીને એકપણ વિકેટ પ્રાપ્ત કરી ન હતી.
ટીમ:
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન) રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મનીષ પાંડે, ઋષભ પંત, મહેંદ્ર સિંહ ધોની (વિકેટકીપર), રવિંદ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્વ ચહલ, મોહમંદ શમી, ખલીલ અહમદ, ઉમેશ યાદવ, લોકેશ રાહુલ
વેસ્ટઇંડીઝ:
જેસન હોલ્ડર (કેપ્ટન), ફેબિયન એલીન, સુનીલ એંબ્રીસ, દેવેંદ્વ બિશૂ, ચંદ્વપોલ હેમરાજ, શિમરોન હેટમેયર, શાઇ હોપ, અલ્ઝરી જોસેફ, કિરેન પોવેલ, એશ્લે નર્સ, કીમો પોલ, રોવમૈન પોવેલ, કેમાર રોચ, માર્લન સૈમુઅલ્સ, ઓશાને થોમસ.
(આઇએએનએસ ઇનપુટ સાથે)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે