જાણીતા સિંગર Kumar Sanu થયા COVID-19નો શિકાર, સેલ્ફ આઇસોલેટમાં ચાલી રહી છે સારવાર

સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોના (COVID-19) મહામારીથી બોલીવુડને પણ ઘણું નુકસાન થયું છે. છેલ્લા કેટલાક સમયમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મલાઇકા અરોર અને અર્જૂન કપૂર જેવા સ્ટાર્સ બાદ હવે જાણીતા સિંગર કુમાર સાનુ (Kumar Sanu) પણ કોરોનાનો શિકાર થયા છે.

જાણીતા સિંગર Kumar Sanu થયા COVID-19નો શિકાર, સેલ્ફ આઇસોલેટમાં ચાલી રહી છે સારવાર

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોના (COVID-19) મહામારીથી બોલીવુડને પણ ઘણું નુકસાન થયું છે. છેલ્લા કેટલાક સમયમાં બોલીવુડના ઘણા સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મલાઇકા અરોર અને અર્જૂન કપૂર જેવા સ્ટાર્સ બાદ હવે જાણીતા સિંગર કુમાર સાનુ (Kumar Sanu) પણ કોરોનાનો શિકાર થયા છે.

અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.comના સમાચાર અનુસાર, જાણીતા સિંગર કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારબાદથી જ કુમાર સાનુ આઇસોલેશનમાં રહી તેમની બીમારીની સારવાર કરાવી રહ્યાં છે. આ સમાચાર સામે આવતા જ ટ્વિટર પર કુમાર સાનુના ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ટ્વિટર પર #KumarSanu ટ્રેન્ડ કરી રહ્યો છે.

ત્યારે ટાઇમ્સ ઓપ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, કુમાર સાનુ ટુંક સમયમાં તેમના પરિવારને મળવા માટે લોસ એન્જલસ જવાના હતા. તેમણે લોસ એન્જલસ જવા માટે કેટલાક ટેસ્ટ કરાવ્યા હતા, જે બાદ કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ કુમાર સાનુ તેમના ગોરેગાંવના ઘર પર આઇસોલેટ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news