IPL 2020: જ્યારે વીરેન્દ્ર સેહવાગ બન્યા pk, ભોજપુરીમાં વિરાટ કોહલીની મજા

આઈપીએલ 2020 (IPL 2020)માં અત્યારસુધીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલી (Virat Kohli)ની આરસીબી (RCB) ટીમને ગુરુવારના ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)એ બેંગ્લોરને 8 વિકેટથી માત આપી છે

IPL 2020: જ્યારે વીરેન્દ્ર સેહવાગ બન્યા pk, ભોજપુરીમાં વિરાટ કોહલીની મજા

નવી દિલ્હી: આઈપીએલ 2020 (IPL 2020)માં અત્યારસુધીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી વિરાટ કોહલી (Virat Kohli)ની આરસીબી (RCB) ટીમને ગુરુવારના ત્યારે ઝટકો લાગ્યો, જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP)એ બેંગ્લોરને 8 વિકેટથી માત આપી છે. હાર બાદ કેપ્ટન કોહલીના ઘણા નિર્ણયની ટીકા થઈ છે. હવે વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)એ પણ તેને લઇને વિરાટ કોહલી પર નિશાન સાધ્યું છે.

સેહવાગે તેમના ડેલી શો 'વીરૂ કી બેઠક'માં આમિર ખાન (Aamir Khan)ની જાણીતી ફિલ્મ 'pk'નો રોલ કર્યો છે. જો કે, શોમાં તેમણે તેમના કરેક્ટરનું નામ 'vk' રાખ્યું છે. એટલે વિરાટ કોહલી. સેહવાગે ભોજપુરી અંદાજમાં કહ્યું, 'એસે ટુકુર ટુકુર કા દેખતે હો, હમ હું VK, હમ ઈસ ધરતી કા પ્રાણી નહીં હું, ઈસ લિએ જો કહતા હું, સચ હી બોલતા હું. આજ હમ ક્ફૂયુજિયા ગયે હૈ, હમસે કા ગલતી હો ગઇ હૈ, ઉ કહતે હે કિ હમને ટી-20 કે બેસ્ટ બેટ્સમેન કો ખેલને હી નહીં દીયા, એક તો પંજાબ કે બેંગલોરી લોંડે હમારાા બેંડ બજા કે ચલે ગએ, ઉપર સે યે ઈલ્જામ, કા કરે હમ, લુલ હો ગઈ હે હમારી જિંદગી, લુલ.'

વીરૂએ વધુમાં કહ્યું, બેંગ્લોરની ટીમ ઘણી વખત આઇપીએલમાં સૌને સરપ્રાઇઝ આપતી રહે છે. ગઇકાલે આ સીઝનમાં બીજી વખત પંજાબથી હારી ફરી એકવાર સરપ્રાઇઝ આપી. ખેર હું તો ખુશ થયો, બેંગ્લોરનો છું તો શું થયું, પંજાબી મુંડે ફરી એકવાર જીત્યા. ટોસ જીતી ચીકૂએ લીધી બેટિંગ. પડિક્કલ અને ફિંચના આઉટ થવા પર સૌને ઇન્તેજાર હતો એબી ડિવિલિયર્સનો, પરંતુ આવી ગઇ સુંદર, અતિ સુંદર મૂવ. ભક્તોને લાગ્યું હવે જોવા મળશે એબીડીના જલ્વા, પરંતુ આવી ગયો દુબે. મને એવું લાગ્યું કે એબીડી માત્ર ડ્રેસિંગ રૂમના એસીની હવા ખાવા આવ્યો હતો.

સેહવાગે પંજાબના બેટ્સમેનની પ્રશંસા કરતા કહ્યું, સીરિયસ મેન મયંકે લીધો પ્રોજેક્ટ હાથમાં અને સુકા બોડીગાર્ડ (ચહલ) ને તેની પ્રથમ ઓવરમાં આઉટ કર્યો. એક તરફ કડક પ્લેયર (કેએલ રાહુલ) બીજો છેડો સંભાળી રહ્યો હતો. પછી આવ્યા ટી-20ના તાઉ (ક્રિસ ગેલ), તાઉએ એલાન કર્યું હું કહી નહીં જઇશ અને સૌ કોઈની બેન્ડ વગાડીશ, થઇ ગયો બેડા ગર્ક ચીકૂ સેનાનો, ભલુ થાય પુરનનું જેણે સુકા બોડીગાર્ડને ચૂરન આપી મેચને પૂર્ણ કરી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news