KBCનો પહેલો વિનર યાદ છે? આજે કરી રહ્યો છે ‘આવું’ કામ

KBCનો પહેલો વિનર યાદ છે? આજે કરી રહ્યો છે ‘આવું’ કામ

કૌન બનેગા કરોડપતિ પહેલીવાર વર્ષ 2000માં સ્ટાર પ્લસ પર પ્રસારિત થયું હતું. બોલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેને હોસ્ટ કર્યો હતો અને લોકોને આ શો ત્યારે બહુ જ પસંદ આવ્યો હતો. મહાનાયક અમિતાભ બચ્ચન પહેલીવાર આ શો દ્વારા નાના પડદે દેખાયા હતા. તે સમયે આ શો દેશનો પહેલો રિયાલિટી શો હતો, જેને જોવા લોકો ટીવીની સામે આંખો પહોળી કરીને બેસી રહેતા. આ શોનો પહેલો કરોડપતિ હર્ષવર્ધન નવાથે બન્યો હતો. તો આજે જાણી લો, હર્ષવર્ધન નવાથે હાલ ક્યાં છે અને શું કરી રહ્યાં છે.

હાલ ચેનલ પર પ્રસારિત થઈ રહેલ કેબીસી-10 શોમાં એક મહિલા વિનર બની છે. ત્યારે આજે સૌથી પહેલા એક કરોડ જીતનાર હર્ષવર્ધન નવાથે વિશે પણ જાણી લઈએ. હર્ષવર્ધન નવાથે આઈપીએસ ઓફિસરના દીકરા હતા. તેમની જીતને 18 વર્ષ થઈ ચૂક્યા છે.  

આવા દેખાય છે હર્ષવર્ધન
જ્યારે કેબીસીમાં જીત્યા હતા, ત્યારે હર્ષ યુવાન હતા, પરંતુ હવે તેમનો લુક કંઈક આવો થયો છે. તે સમયે કેબીસીના મંચ પર ચેક લેતા સમયે હર્ષના પિતાનો ચહેરો યાદ આવી જશે. હવે આ દીકરો તેના પિતાની જેમ દેખાઈ રહ્યો છે. હાલમાં જ 21 સપ્ટેમ્બરના રોજ હર્ષની પત્ની સારિકાએ તેની આ તસવીર ફેસબુક પર પોસ્ટ કરી હતી.

એક્ટ્રેસ પત્ની અને બે બાળકોનો સુખી પરિવાર
હર્ષની પત્ની સારિકા નવાથે મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ છે. તેમણે અનેક સીરિયલમાં મુખ્ય રોલ કર્યો છે. એટલું જ નહિ, સોશિયલ મીડિયા પર પર સારિકાનું મોટું ફેન ફોલોઈંગ છે. નવાથે કપલને બે સંતાનો છે, જે અભ્યાસ કરે છે.

શું કરે છે હર્ષ
જ્યારે હર્ષ શોમાં આવ્યા હતા, ત્યારે તેઓ સિવિલ સર્વિસિસની તૈયારી કરી રહ્યા હતા. બાદમાં તેમણે એડનિબર્ગ નેપિયર યુનિવર્સિટી, સ્કોટલેન્ડમાંથી એમબીએ કર્યું હતું. જેના બાદ તેમનું જીવન બદલાઈ ગયું હતું. તેમણે જણાવ્યું કે, હું આઈએએસ ઓફિસર બનવા માંગતો હતો. પરંતુ હું તે ન કરી શક્યો. કારણ કે સ્ટાર ટીવીના કેટલાક નિયમો હતા. પંરતુ મેં મારુ સપનુ મરવા ન દીધું. મેં પરિયોજનાઓ પર કામ કરવાનું શરુ કરી દીધું, જે સરકાર સાથે જોડાયેલ હતુ. હું બિનસંસ્કારી સંગઠનો સાથે જોડાયેલો છુ.

તેઓ વર્ષ 2005માં મુંબઈ આવ્યા અને એક ફાઈનાન્શિયલ સર્વિસ કંપનીની સાથે મળીને કામ કરવા લાગ્યા. બાદમાં તે 2007માં નંદી ફાઉન્ડેશનના સ્ટેટ ડાયરેક્ટર બન્યા હતા. હાલમાં હર્ષવર્ધન ડચની એક રિક્રુટમેન્ટ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કરી રહ્યાં છે. પોતાના પરિવાર અને મિત્રોની સાથે ખુશીથી જીવન જીવી રહ્યાં છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news