The Kashmir Files જોઈ કેમ રડી રહ્યો છે આખો દેશ? શું થયું હતું 19 જાન્યુઆરી 1990ની એ રાત્રે? હિંદુઓના દર્દની દાસ્તાન

તે દિવસનું ચિત્ર કઈ એવું હતું કે 19 જાન્યુઆરીની સવારે કેટલાક વિસ્તારોમાં ધાર્મિક નારેબાજી થઈ રહી હતી. જે સંદેશો હતો કશ્મીરમાં રહેતા હિન્દૂ પંડિતો માટે. આવી જ ધમકી પાછલા ઘણા મહિનાઓથી તેમને મળતી હતી.

The Kashmir Files જોઈ કેમ રડી રહ્યો છે આખો દેશ? શું થયું હતું 19 જાન્યુઆરી 1990ની એ રાત્રે? હિંદુઓના દર્દની દાસ્તાન

યશ કંસારા, અમદાવાદઃ હાલમાં રિલિઝ થયેલી ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' ખૂબ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ કશ્મીરી પંડિતોના પલાયન પર બનાવવામાં આવી છે. તેવામાં જરુરી બની જાય છે કે, 19 જાન્યુઆરી 1990ની એ કાળી રાત્રે શું થયું હતું. 19 જાન્યુઆરી 1990 આ એક એવો દિવસ છે, જે ભારતના તાજ કશ્મીર માટે એક કાળા દિવસ સમાન છે. આ કાળો ઈતિહાસ છે, જેમાં પોતાના જ ઘરેથી કશ્મીરીઓને નીકળવું પડ્યું હતું. કશ્મીર એક્સટ્રીમિસ્ટ એ દિવસે કશ્મીરના જાહેર રોડ પર નારા લગાવી રહ્યા હતા, અને કશ્મીરી પંડિતો મજબૂર હતા પોતાના કશ્મીરને છોડવા માટે.

તે દિવસનું ચિત્ર કઈ એવું હતું કે 19 જાન્યુઆરીની સવારે કેટલાક વિસ્તારોમાં ધાર્મિક નારેબાજી થઈ રહી હતી. જે સંદેશો હતો કશ્મીરમાં રહેતા હિન્દૂ પંડિતો માટે. આવી જ ધમકી પાછલા ઘણા મહિનાઓથી તેમને મળતી હતી. જેના પગલે તે  વિસ્તારોમાં રહેતા હિન્દૂઓના ઘરોમાં બેચેની હતી. તેમના માટે તે રાત પસાર કરવું ખૂબ જ અઘરું હતું, અનેક કશ્મીર પંડિતોએ પોતાનો સામાન બાંધી લીધો હતો અને પોતાના બાપ દાદાના ઘરોને છોડીને કશ્મીરી પંડિતોએ પલાયન કરવાનું નક્કી કરી લીધુ હતું. અને તે જ રાત્રે ઘાટીમાંથી કશ્મીરી પંડિતોનો પહેલો જથ્થો નીકળ્યો હતો.

જે બાદ માર્ચ અને એપ્રિલ દરમિયાન હજારોની સંખ્યામાં કાશ્મીરી પંડિતોનો પરિવાર ઘાટી છોડીને દેશના બીજા વિસ્તારોમાં શરણ લેવા લાગ્યા. એક ખાનગી સંસ્થાના આંકડા મુજબ 1990 સુધી ઘાટીમાં હિન્દૂ પંડિતોના પરિવારની સંખ્યા 75,343 હતી. પણ આવતા 2 વર્ષમાં 70 હજારથી વધુ પરિવારોએ ઘાટી છોડી હતી. અને હવે માત્ર 800 હિન્દૂ પરિવાર ઘાટીમાં રહે છે.

હક્કિતમાં 1989થી કશ્મીરી પંડિતોનું ઘાટીમાંથી પલાયન થવાની શરૂઆત થઈ હતી. જ્યારે, કશ્મીરી પંડિતોના મોટા નેતા ટીકાલાલ ટપલૂની હત્યા કરી દેવામાં આવી હતી. તેમની હત્યાનો આરોપ હતો જમ્મૂ-કશ્મીર લિબ્રેશન ફ્રંટના કટ્ટરપંથિઓ પર, પરંતું હજુ સુધી તે હત્યાનો ભેદ ઉકેલાયો નથી. પછી ધીમે-ધીમે ઘાટીમાં ઉશકેરણીજનક ભાષણોની શરૂઆત થવા લાગી, હિન્દૂઆને ઘાટી છોડવા માટે ધમકીઓ મળવા લાગી. દીવલો પર પોસ્ટર લાગ્યા કે, હિન્દૂ કશ્મીર છોડો.

પાછલા ત્રણ દાયકામાં કશ્મીરી પંડિતોને પરત ઘાટીમાં પ્રસ્થાપિત કરવા માટે બહુ પ્રયાસ કરવામાં આવ્યા, પણ તેનું પરિણામ યોગ્ય ન રહ્યું. બાબરી મસ્જિદના ધ્વંશ બાદ પરિસ્થિતિ વધારે નાજૂક થઈ. ત્યારબાદ, હિન્દૂઓને પણ એહસાસ થયો કે, ઘાટી હિન્દૂઓ માટે સેફ નથી. જોકે, 5 ઓગસ્ટ 2019ના રોજ જ્યારે ભારત સરકારે જમ્મૂ અને કશ્મીરનો વિશેષ દરજો ખત્મ કરી દિધો તે બાદ કશ્મીરી પંડિતો ખૂબ ખુશ થયા હતા. પરંતુ તેમની પરત જવાની આશા હજુ આશા જ બની રહી છે.         

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news