કરણ જોહરે મલાઈકાને બેડરૂમ સિક્રેટ્સને લઈને પૂછ્યા એવા સવાલ...મલાઈકા શરમથી લાલચોળ

Moving in with Malaika: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડાનો રિયાલિટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકા હાલ ચર્ચામાં છે. આ શોમાં મલાઈકાએ પોતાના જીવન સંલગ્ન અનેક સિક્રેટ્સનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. એટલું જ નહીં તેના શોમાં અનેક મોટી હસ્તીઓ પણ આવી રહ્યા છે. હાલમાં જ ગેસ્ટ તરીકે પહોંચેલા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે મલાઈકા સાથે ખુબ મસ્તી કરી

કરણ જોહરે મલાઈકાને બેડરૂમ સિક્રેટ્સને લઈને પૂછ્યા એવા સવાલ...મલાઈકા શરમથી લાલચોળ

Moving in with Malaika: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોડાનો રિયાલિટી શો મૂવિંગ ઈન વિથ મલાઈકા હાલ ચર્ચામાં છે. આ શોમાં મલાઈકાએ પોતાના જીવન સંલગ્ન અનેક સિક્રેટ્સનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે. એટલું જ નહીં તેના શોમાં અનેક મોટી હસ્તીઓ પણ આવી રહ્યા છે. હાલમાં જ ગેસ્ટ તરીકે પહોંચેલા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કરણ જોહરે મલાઈકા સાથે ખુબ મસ્તી કરી. કરણ જૌહરે આ દરમિયાન મલાઈકાને કેટલાક એવા પર્સનલ સવાલો પૂછ્યા કે મલાઈકા તો શરમથી પાણી પાણી થઈ ગઈ.  

કરણે મલાઈકાને બેડરૂમ સિક્રેટ્સ અંગે સવાલ કર્યા. કરણે પૂછ્યું કે તો શું તમે અર્જૂનને મળવાનું પસંદ કરો છો? એક્સપરિમેન્ટ કરે છે? કરણે તો એમ પણ પૂછ્યું કે સેક્સ ટોયઝ છે? શું અર્જૂને ક્યારેય તેને હાથકડી લગાવવાની કોશિશ કરી છે? જો કે મલાઈકાએ કરણના આવા સેક્સ સંલગ્ન કોઈ પણ સવાલનો જવાબ આપ્યો નહીં. પરંતુ તે શરમથી એટલી લાલચોળ થઈ ગઈ કે ન પૂછો વાત. 

કરણે મલાઈકાને ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાન સાથેના સંબંધ વિશે પણ વાત કરી. મલાઈકાએ કહ્યું કે તેના ડિવોર્સ બાદ અરબાઝ સાથે સંબંધ સારા છે. પરંતુ તે તેની પર્સનલ લાઈફમાં ક્યારેય દખલગીરી કરતી નથી. 

અત્રે જણાવવાનું કે મલાઈકા અરોડા અને કરણ જોહર સારા મિત્રો છે અને અહીં તેઓ બંને ખુબ મસ્તી કરતા પણ જોવા મળ્યા. આવનારા એપિસોડમાં ફેન્સને દિલબર ગર્લ નોરા ફતેહી પણ જોવા મળશે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news